બિહાર વિધાન પરિષદ ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યા બે ઉમેદવાર

0
15
Share
Share

પટના,તા.૨૪

બિહારમાં વિધાન પરિષદની યોજાનારી ચૂંટણી માટે ભાજપે પોતોના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સંજય પ્રકાશ અને સમ્રાટ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. સંજય પ્રકાશ બીજી વખત એમએલસી બની રહ્યા છે. જ્યારે સમ્રાટ ચૌધરીને સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખી ટિકિટ આપવામાં આવી છે.

બિહાર વિધાન પરિષદની ૯ સીટની યોજાનારી ચૂંટણી માટે પોતાના ક્વોટાના ત્રણ ઉમેદવારો એનડીએના સાથી પક્ષ જેડી(યુ)એ ગઈકાલે જાહેર કર્યા હતા. પ્રો,ગુલામ ગૌસ, કુમુદ વર્મા અને ભીષ્મ સાહની જેડીયૂના ઉમેદવાર હશે. પ્રો. ગૌસ પૂર્વ વિધાન પરિષદ રહી ચુક્યા છે, જ્યારે કુમુદ વર્મા અને ભીષ્મ સાહની પ્રથમ વખત કોઈ ગૃહના સભ્ય બનશે. આ ત્રણેય ઉમેદવારો ૨૫ જૂને પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે.

લાલુ પ્રસાદ યાદવની આરજેડીએ પણ વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. પાર્ટીએ પ્રો.રામબલી સિંહ, બિસ્કોમાનના અધ્યક્ષ સુનીલ સિંહ અને મોહમ્મદ ફારુકની પસંદગી કરી છે. જોકે હજુ સુધી આ નામની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવાથી તેમાં ફેરબદલ થઈ શકે છે. આરજેડીમાંથી પહેલા એક સીટ પરથી તેજપ્રતાપનું નામ ચર્ચાતું હતું પરંતુ પરિવારના કોઈ સભ્યને નહીં મોકલવાનો પાર્ટીએ નિર્ણય લીધો હતો. જે બાદ ત્રીજા ઉમેદવાર તરીકે ફારુકની પસંદગી થઈ છે. ફારુક શરદ યાદવના નજીક છે અને રાજકારણમાં વધારે સક્રિય નથી. તેઓ કારોબારી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here