બિહાર વિધાનસભા ચૂંટણીઃ ૩ તબક્કામાં મતદાન, ૧૦ નવેમ્બરે પરિણામ

0
34
Share
Share

૨૪૩ બેઠકો માટે યોજાશે ચૂંટણી,૨૮ ઓક્ટો.એ ૭૧ બેઠકો પર, ૩ નવે.એ ૯૪ બેઠકો પર અને ૭ નવે.એ ૭૮ બેઠક પર મતદાન

બિહારમાં ૭.૨૫ કરોડ મતદારો, જેમાં ૩.૮૫ કરોડ પુરુષો અને ૩.૪ કરોડ મહિલા મતદારો

– પક્ષો-ઉમેદવારો વર્ચ્યુઅલ પ્રચાર કરી શકશે,માત્ર ૫ લોકો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે

– પ્રથમવાર ઓનલાઇન ઉમેદવારી થશે

– મતદાનના અંતમાં કોરોના દર્દીઓ મતદાન કરશે

– મતદાનના સમયમાં વધારો કરાયોઃ સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે

– ૧ બૂથ પર માત્ર ૧ હજાર મતદારો હશે

– ૭ લાખ હેન્ડ સેનેટાઇઝર અને ૪૬ લાખ માસ્કનો ઉપયોગ કરાશે, તદઉપરાંત ૬ લાખ પીપીઇ કિટ અને ૨૩ લાખ હેન્ડ ગ્લવસની વ્યવ્થા કરાશે

ન્યુ દિલ્હી,તા.૨૫

બિહારમાં ચૂંટણી મહાસંગ્રામનો આગાઝ થઈ ચૂક્યો છે. કોરોના સંકટ કાળમાં દેશમાં યોજાનાર આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. ત્યારે ચૂંટણી પંચે બિહાર વિધાસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત કરી છે.

બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત પાંચ દ્વારા કરવામાં આવી છે. જેમાં પ્રથમ ચરણ માટે મતદાન ૨૮ ઓક્ટોબર, બીજા ચરણનું મતદાન ૩ નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન ૭ નવેમ્બરના રોજ કરવામાં આવશે. તો ૧૦ નવેમ્બરના રોજ મતદાનની ગણતરી કરવામાં આવશે. આ ચૂંટણીમાં સવારે ૭થી સાંજના ૬ વાગ્યા સુધી કરી શકાશે મતદાન. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૬ જિલ્લાની ૭૧ બેઠક, બીજામાં તબક્કામાં ૧૭ જિલ્લાની ૯૪ બેઠક અને ત્રીજામાં તબક્કામાં ૧૫ જિલ્લાની ૭૮ બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોરોના સંકટના કારણે દુનિયાના ૭૦ દેશોમાં ચૂંટણીને ટાળી દેવાઈ છે. કોરોના સંકટ વચ્ચે બિહાર અને પેટાચૂંટણી અંગે સતત મંથન કરવામાં આવ્યું. બિહાર ચૂંટણી દેશના સૌથી મોટા રાજ્યોમાં અને આ ચૂંટણી કોરોના કાળમાં સૌથી મોટી ચૂંટણી છે.

બિહારમાં કુલ ૨૪૩ બેઠકો પર ચૂંટણી યોજાશે, રાજ્યમાં ૨૯ નવેમ્બર સુધી વિધાનસભાનો કાર્યકાળ છે. આ વખતે પોલિંગ સ્ટેશનની સંખ્યા અને મેનપાવર વધારવામાં આવ્યો છે. બિહારમાં ૨૦૨૦ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે.

આ વખતે ચૂંટણીમાં ૬ લાખ ઁઁઈ કીટ રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે, ૪૬ લાખ માસ્કનો ઉપયોગ પણ થશે. સાત લાખ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરાશે. સાથે જ ૬ લાખ ફેસ શિલ્ડનો પણ ઉપયોગ થશે.

ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ વખતે બિહારમાં વર્ચુઅલ ચૂંટણી પ્રચાર થશે. ઉમેદવારીપત્રક દરમિયાન બે કરતા વધારે વાહનો ઉમેદવારની સાથે નહીં આવે. નામાંકન ઓનલાઇન પણ થઈ શકે છે અને અભિયાન દરમિયાન મોટી જાહેર સભાઓ યોજવામાં આવશે નહીં. આ સાથે મતદાન મશીનનું બટન દબાવતા પહેલા મતદારોને ગ્લોવ્ઝ પૂરા પાડવામાં આવશે.

મતદાનનો સમય એક કલાક વધારી દેવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારને બાદ કરતા સામાન્ય વિસ્તારમાં સવારે ૭થી સાંજે ૫ વાગ્યાની જગ્યાએ સવારે ૭ થી સાંજે ૬ વચ્ચે મતદાન યોજાશે.

આ દરમિયાન ઉમેદવાર ૫ની જગ્યાએ ૨ જ ગાડીઓ સાથે લઈ જઈ શકશે. કોરોનાના જે દર્દી ક્વોરન્ટિન છે, તે મતદાનના છેલ્લા કલાકોમાં વોટિંગ કરી શકશે.

જે જગ્યાએ જરૂર અને માંગ હશે, ત્યાં પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે. સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ પર નજર રહેશે, જેથી સાંપ્રદાયિક સદ્ધાવ જળવાઈ રહે. હેટ સ્પીચ પર કડકાઈ ભર્યું વલણ અપનાવાશે.

બિહારમાં ૨૦૨૦ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. જેમાં ૩.૮૫ કરોડ પુરુષો અને ૩.૪ કરોડ મહિલા મતદારો છે.

હાલની વિધાનસભાની મુદત ૨૯ નવેમ્બરે પૂરી થાય છે. ૨૦૧૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ ૮૦ સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. જેડીયુએ ૭૧ અને કોંગ્રેસે ૨૭ બેઠકો જીતી હતી. ભારતીય જનતા પાર્ટીએ ૫૩ સીટ મેળવી હતી. એલજેપી પાર્ટીએ બે, જિતન રામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા-સેક્યુલર પાર્ટીએ એક સીટ જીતી હતી. અન્યો તથા અપક્ષ ઉમેદવારોએ ૧૦ સીટ કબજે કરી હતી.

૫૩ સીટ જીતવા છતાં ભાજપ સૌથી વધારે વોટ શેર (૨૪%) મેળવવામાં સફળ થયો હતો. ૨૦૧૫માં, જેડી-યૂ, આરજેડી અને કોંગ્રેસે મહાગઠબંધન રચીને સાથે મળીને ચૂંટણી લડી હતી. બીજી બાજુ, ભાજપની આગેવાની હેઠળના એનડીએ જૂથે લોકજનશક્તિ પાર્ટી તથા અન્ય પક્ષોની સાથે ચૂંટણી લડી હતી.

ચૂંટણી બાદ, ૨૦૧૭માં, જેડી-યૂ અને આરજેડી વચ્ચે મતભેદો સર્જાયા હતા, પરિણામે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આરજેડી સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને એમની જેડી-યૂ પાર્ટી ફરી ભાજપ-એનડીએ સાથે જોડાઈ ગઈ હતી. આમ, તેમણે રાજ્યમાં પોતાની સરકાર જાળવી રાખી હતી.

૨૯ સપ્ટેમ્બરે યોજાનાર બેઠકમાં નિર્ણય થશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી ટાળી દેવાઇ

કોરોના કાળમાં ગુજરાત વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે, એટલે કે  હાલ ગુજરાતમાં પેટાચૂંટણીઓનું કોઈ આયોજન નથી. પરંતુ ૨૯ સપ્ટેમ્બરે ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજવી કે નહીં તેની એક બેઠક મળશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવાશે.

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી ટાળી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસાની ખાલી સીટો પડી છે.

આ વખતે ૩ તબક્કામાં ચૂંટણી યોજાશે

પહેલા ચરણમાં  ૭૧ સીટ ૧૬ જિલ્લામાં મતદાન- ૨૮ ઓક્ટોબર

બીજા ચરણમાં ૯૪ સીટ પર, ૧૭ જિલ્લામાં મતદાન- ૩ નવેમ્બરે

ત્રીજા ચરણમાં ૭૮ સીટ, ૧૫ જિલ્લા માટે મતદાન -૭ નવેમ્બરે

પરિણામ – ૧૦ નવેમ્બરે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોરોનાના દર્દીઓ પણ કરશે મતદાન

કોરોનાના સંકટ વચ્ચે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે મતદાન દરમિયાન કોરોનાના દર્દીઓ માટે મત આપવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.કોરોના કાળમાં યોજાનારી ચૂંટણીમાં કદાચ દર્દીઓ મતદાન કરતા હોય તેવા દ્રશ્યો પહેલી વખત જોવા મળશે.ચૂંટણી પંચની જાહેરાતથી એ પણ સ્પષ્ટ છે કે, જો આગામી સમયગાળા દરમિયાન કોરોનાનો કહેર યથાવત રહે તો બીજા રાજ્યોની ચૂંટણીમાં પણ કોરોનાના દર્દીઓને મત આપવાની સુવિધા આપવામાં આવશે.

ચૂંટણી રદ કરવાની અરજી પર સુપ્રિમનો સુનાવણીથી ઈન્કાર

સુપ્રિમ કોર્ટે બિહારમાં યોજનારી વિધાનસભા ચૂંટણી ટાળવાની માંગ વાળી અરજી પર સુનાવણીથી ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે અરજી દાખલ કરનારે રાજ્યમાં જીવલેણ વાયરસનાં કારણે પરિસ્થિતિ બગડી શકે છે તેવો રદિયો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે અમે પહેલાજ સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણી પંચ પરિસ્થિતિને અનુસાર તમામ ચીજોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં સમર્થ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here