બિહાર ચૂંટણીઃ પપ્પુ યાદવ,ચંદ્રશેખર આઝાદની પાર્ટીએ ગઠબંધન કર્યું

0
25
Share
Share

પટના,તા.૨૮

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ગઠબંધન બનીને સામે આવ્યુ છે. પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ છે.

આ પ્રસંગે પપ્પુ યાદવે કહ્યુ હતું કે, તેમની વાત રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે થઈ રહી છે. તેમનું પણ આ ગઠબંધનમાં સ્વાગત છે. ૨ દિવસમાં આ પાર્ટીઓ ગઠબંધનમાં સામેલ થશે. તેમણે લોજપા અને કોંગ્રેસને પણ આ ગઠબંધનમાં સામેલ થવાની વાત કહી છે. જાપના અધ્યક્ષે તો કહ્યુ હતું કે, રાજ્યમાં ચાલી રહેલા ૩૦ વર્ષનું મહાપાપ હવે ખતમ થશે.

તો વળી આ ગઠબંધનમાં સામેલ થયેલા આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંન્દ્રશેખર આઝાદે કહ્યુ હતું, કે જ્યાં પણ ન્યાય માટે લડાઈ લડાશે, ત્યાં તેઓ જશે. આ ગઠબંધન સાંપ્રદાયિક તાકાત અને જાતિય હિંસાને રોકવા માટે કામ આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here