બિહારમાં લગ્નના બીજા દિવસે વરરાજાનું મોત, ૧૧૧ લોકો કોરોના પોઝિટિવ

0
10
Share
Share

પટના,તા.૩૦

બિહારમાં એક લગ્ન સમારોહને કારણે વહીવટીતંત્ર અને સ્વાસ્થ્ય વિભાગની મુશ્કેલીઓ વધી ગઈ છે. લગ્નમાં સામેલ થયેલા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. અત્યાર સુધી ૩૬૯ લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે જેમાંથી ૮૯ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ૩૧ લોકોના રિપોર્ટ પહેલાથી જ પોઝિટિવ આવ્યો હતો. પટણાના પાલીગંજમાં વરરાજાનું લગ્નના બીજા દિવસે જ મોત થઈ ગયું હતું.

જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે, લગ્ન ૧૫ જૂનના રોજ થયા હતા અને તેના બીજા જ દિવસે જ વરરાજાનું મોત થઈ ગયું હતું. લગ્નમાં સામેલ થયેલા કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણની ફરિયાદ બાદ કેટલાક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ૯ લોકોના કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, ચાર તબક્કામાં અત્યાર સુધી ૩૬૯ લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી છે.

પરિવારના જણાવ્યા મુજબ, યુવક લગ્ન પહેલા ખાનગી કારમાં દિલ્હીથી બિહાર આવ્યો હતો. બિહાર પહોંચ્યા બાદ તે કેટલાક દિવસો સુધી આઈસોલેશનમાં પણ રહ્યા હતા. લગ્નના પહેલા કોરોનાને કેટલાક લક્ષણ જોવા મળ્યા હતા. લગ્નના બીજા જ દિવસે તેનું મોત થઈ ગયું હતું. અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા સ્થાનિક દુકાનદાર, શાકભાજી વિક્રેતા અને અન્ય કેટલાક લોકો કોરોના પોઝિટિવ છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here