બિહારમાં ચૂંટણી પહેલા મહાગઠબંધનને ઝટકોઃજીતનરામ માંઝી એનડીએમાં જોડાશે

0
22
Share
Share

માંઝીએ કહ્યું, અમને ૧૦ સીટ મળવી નક્કી

પટના,તા.૦૨

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચા (હમ) ૩ સપ્ટેમ્બરના રોજ એનડીએમાં સામેલ થશે. સૂત્રો મુજબ, માંઝીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. રાજ્યસભામાં બિહારની સીટ ખાલી પડતા માંઝીને જેડીયુ કોટાથી ટિકિટ મળી શકે છે. સીટોની વહેંચણીને લઈને ’હમ’ને ૧૦ સીટ આપવા બાબતે વાતચીત થઇ છે. ’હમ’ના કેટલાક નેતાઓ જેડીયુના નિશાન પર ચૂંટણી લડી શકે છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ મહાગઠબંધનને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ગત મહિને જ હમ પાર્ટીએ મહાગઠબંધનનો સાથ છોડ્યો હતો. ’હમ’ના પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે, ’એનડીએમાં અમારી પાર્ટી રાજ્ય અને દેશના વિકાસના મુદ્દે સામેલ થઇ રહી છે. ચૂંટણીમાં અમને કેટલી સીટ મળે છે, તે મુદ્દો નથી. તેજસ્વી યાદવથી અમારી પાર્ટીને આશા હતી કે તેઓ યુવા નેતા છે. આરજેડીને છોડીને બિહારના વિકાસ માટે કામ કરશે. પરંતુ જે રીતે રાજ્યસભા અને વિધાનસભાની ટિકિટની વહેંચણી થઇ, તેને જોતા સ્પષ્ટ થાય છે કે તેજસ્વી કાર્યકરો અને રાજયહિતનો વિચાર નથી કરી શકતા.

તેમણે કહ્યું કે,’ તેજસ્વી હંમેશા ધન હિતમાં જ વિચાર કરશે. ૧૫ વર્ષ લાલુપ્રસાદ યાદવનું શાસન હતું. તેઓ તે જ શાસન ને આગળ વધારવાનું વિચારી રહ્યા છે. જે રાજ્યના હિતમાં નથી. તેને જોતા અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે મહાગઠબંધનથી અલગ થઇને એનડીએમાં સામેલ થવાનું નક્કી કર્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here