બિહારના નવા શિક્ષણમંત્રીને રાષ્ટ્રગીત આવડતું નથી, આરજેડીએ વીડિયો કર્યો શેર

0
19
Share
Share

પટના,તા.૧૯

બિહારની નવી નીતીશ કુમાર સરકારમાં શિક્ષણમંત્રી બનાવવામાં આવેલાં મેવાલાલ ચૌધરીનો એક વીડિયો આરજેડીએ ટ્‌વીટ કરતાં તે વિવાદમાં છે. આરજેડીએ એક વીડિયો ટ્‌વીટ કર્યો છે. જેમાં મેવાલાલ ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાઈ રહ્યાં છે. મેવાલાલ રાષ્ટ્રગીત ગાતી વખતે અમુક પંક્તિઓ ભૂલી જાય છે અને જેમ તેમ રાષ્ટ્રગીત પુરું કરી ભારત માતા કી જય અને વંદે માતરમનો નારો લગાવે છે. આ ટ્‌વીટના કેપ્શનમાં આરજેડીએ લખ્યું કે, ‘ભ્રષ્ટાચારના આરોપી બિહારના શિક્ષણમંત્રી મેવાલાલ ચૌધરીને રાષ્ટ્રગીત આવડતું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here