બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરિંગ કરનાર ત્રણ શખ્સોની એટીએસએ કરી ધરપકડ

0
29
Share
Share

જામનગર,તા.૧૨

જામનગરના લાલપુર બાયપાસ નજીક નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરિંગ કરનાર ત્રણ શખ્સોને એટીએસએ પકડી જામનગર પોલીસને હવાલે કર્યા છે. પૂછપરછ દરમિયાન જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે સોપારી આપી બિલ્ડર પર ફાયરિંગ કરાવ્યાનું ખુલ્યું છે. આ અંગે પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બિલ્ડરે હત્યાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવી હતી. આથી એસપી શરદ સિંઘલ દ્વારા આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવતા એલસીબીએ આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

જામનગર એલસીબીને જે શખ્સો સુધી પહોંચવાની માત્ર તૈયારી હતી તે તમામ ત્રણેય શખ્સો સુત્રાપાડાના સંજય બારડ, હિતેશ ઉર્ફે હિતુભા ઝાલા અને ધોરાજીનો પ્રવીણ ઉર્ફે ટકો આ ત્રણેય શખ્સોની એટીએસ અમદાવાદ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે, જયેશ પટેલે આ ત્રણેય શખ્સોને બિલ્ડર પર ફાયરિંગ કરવા કેટલા રૂપિયાની સોપારી આપી હતી તે હજુ સુધી જાહેર થયું નથી. હાલ એલસીબીએ આ ત્રણેય શખ્સોનો કબ્જો મેળવી અને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here