બિલ્ડરે વતનમાંથી પરત ફરેલા લોકોને ફ્લેટ આપ્યા

0
20
Share
Share

૧૫૦૦ના મેન્ટેનન્સના ખર્ચે ફ્લેટ આપ્યા
સુરતમાં રોજીરોટી મેળવવા માટે પરત આવેલા પરિવારોને ભાડાની તકલીફ પડતા બિલ્ડર વ્હારે આવ્યા
સુરત,તા.૧૫
ઓલપાડ તાલુકાના ઉમરા ગામે સુરતના બિલ્ડર દ્વારા કોરોનાની મહામારીના કારણે વતન જવા માંગતા પરિવારોને સહાયરૂપ થતા માત્ર ૧૫૦૦ રૂપિયાના મેન્ટેનન્સ ખર્ચના બદલામાં ૯૨ ફ્લેટ આપવાનું નક્કી કર્યું છે, જે ૯૨ ફ્લેટ પૈકી ૪૨ પરિવારો તો ફ્લેટમાં રહેવા પણ આવી ગયા છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીની તૂટેલી આર્થિક સ્થિતિ વચ્ચે નાના પરિવારોએ આત્મહત્યા કરવાની નોબત આવી હતી , ત્યારે કઈ કેટલાક પરિવારો તો બેરોજગારીથી કંટાળી પોતાના વતન પરત ફર્યા હતા, અનલોક૧ શરૂ થતા ફરી સુરત તરફ રોજીરોટીના ચક્કરમાં પાછા આવેલા પરિવારોને ભાડા ભરવાની તકલીફ પડતા તેઓના વ્હારે સુરતના એક બિલ્ડરે આગળ આવી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ઓલપાડ તાલુકાના ઉમરા ગામે તેઓના રુદ્રાક્ષ લેક પેલેસ નામના તૈયાર પ્રોજેકટને લોકોને માત્ર ૧૫૦૦ રૂપિયા મેન્ટેનન્સના બદલે ભાડે આપવાનું નક્કી કર્યું હતું, અને કન્સ્ટ્રકશન સાઈડના તમામ પાર્ટનરોએ ૯૨ ફ્લેટ સેવાના પર્યાય સાથે એક રાગીકાથી આપવાનું નક્કી કર્યું હતું. નોકરી ધંધાની આશમાં હાલ જ સુરત પરત ફરેલા સૌરાષ્ટ્ર વાસીઓને પોતાની ઋણ અદા કરવાના આશય સાથે માનવતા ના ધોરણે સુરતના બિલ્ડરે નવા નક્કોર ફ્લેટ માત્ર મેન્ટેનન્સના બદલામાં ભાડે આપી દેતા , ૪૨ પરિવારો તો રુદ્રાક્ષ લેક પેલેસમાં રહેવા પણ આવી ગયાં છે, ત્યારે આ મહામારી વચ્ચે સામાન્ય પરિવારોને ઉભા કરવા મદદે આવેલા બિલ્ડરનો પરિવારોએ આભાર માન્યો હતો. સુરતના બિલ્ડર દ્વારા ૯૨ ફ્લેટ ૧૫૦૦ રૂપિયાના મેન્ટેનન્સના બદલે ભાડે આપવાની શરૂઆત કરી છે તો બીજી તરફ તમામ ૯૨ ફ્લેટમાં પરિવારો રહેવા આવી જશે તો માત્ર ૧ હજારના બદલે ફ્લેટમાં જ્યાં સુધી પરિવારોએ રહેવું હોય તે રહી શકે છે તેવી પણ જાહેરાત કરી છે .

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here