બિયર ગ્રિલ્સ સાથે અક્ષય કુમારે રચ્યો ઇતિહાસ, ૧.૧ કરોડ લોકોએ જોયો શો

0
19
Share
Share

મુંબઈ,તા.૨૫

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તાજેતરમાં જ શૉ ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ’માં જોવા મળ્યો હતો. આ શૉ અત્યાર સુધીમાં સૌથી વધુ જોવાયેલા ટીવી શૉ પૈકીના એક તરીકે ઉભરી આવ્યો છે. અક્ષય કુમારનો એપિસોડ ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ’ ૧૪મ સપ્ટેમ્બરે પ્રસારિત થયો હતો. તે આ વર્ષનો સૌથી વધુ જોવાયેલો ટીવી શૉ તરીકે ઉભરી આવ્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ શો અત્યાર સુધીના ઇતિહાસમાં બીજો સૌથી વધુ જોવાયેલો શો બની ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર રજનીકાંત બાદ અક્ષય આ શોમાં ભાગ લેનારો ત્રીજો ભારતીય છે. ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ અને અક્ષય કુમાર ઇન્ફોટેનમેન્ટ પર જોવા મળતો બીજો સર્વોચ્ચ રેટેડ શો છે. તેને ૨૪ લાખ ઇમ્પ્રેશન મળ્યા છે.

ડિસ્કવરી નેટવર્ક ચેનલો પર તેનું પ્રીમિયર લગભગ ૧.૧ કરોડ લોકોએ જોયું હતું. ડિસ્કવરી નેટવર્ક ચેનલો પર પહેલા સપ્તાહમાં જ લગભગ ૨.૬ કરોડ લોકોએ આ શો જોયો હતો. શોમાં અક્ષય કુમારના દોરડા પર ચડવા અને ઊંચા ઝાડ પર ચડવા ઉપરાંત શોમાં એક હાર્નેસ બનાવતો જોવા મળ્યો હતો. તેણે દોરડાના સીડી પર ચડવાની નવી ટેકનિક શીખી અને કેટલાક સાહસી સ્ટન્ટ્‌સ પણ કર્યા. અક્ષયે તેની નાનપણની યાદો પણ બિયર ગ્રિલ્સ સાથે શેર કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here