બિમારીથી ગ્રસ્ત લોકો સાવધાન રહે

0
31
Share
Share

અંડરલાઇંગ ડિસીઝ જેમ કે હાર્ટ સાથે સંબંધિત બિમારી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર જેવી બિમારીનો સામનો કરી રહેલા લોકોવે કોરોના વાયરસનો શિકાર વહેલી તકે બનવાની ફરજ પડી છે. કોરોના વાયરસનો પગપેસારો જ્યારે સમગ્ર દુનિયામાં ફેલાઇ રહ્યો હતો ત્યારે સીડીસી દ્વારા આ સંબંધમાં ગાઇડલાઇન જારી કરી હત. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અંડરલાઇંગ ડિસીઝવાળા લોકોને કોરોના વાયરસના કારણે ખતરો વધારે છે. સીડીસી દ્વારા કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ ઇન્ફેક્શનથી આ પ્રકારની બિમારીથી ગ્રસ્ત લોકોના મોતનો દર વધારે રહેલો છે. જે લોકોને પહેલાથી કોઇને કોઇ બિમારી રહેલી છે તેવા લોકોને કોરોનાનો ખતરો વધારે રહેલો છે. આનો અર્થ એ થયો કે હાલમાં પણ એવા લોકોને કોરોના વાયરસના ખતરાથી બચીને રહેવાની જરૂર છે જે પહેલાથી જ કોઇને કોઇ મોટી બિમારીથી ગ્રસ્ત થયેલા છે. ચીનના વુહાન ખાતેથી કોરોના વાયરસની શરૂઆત થઇ હતી. ત્યારબાદ સમગ્ર દુનિયા તેના સંકજામાં આવી ચુકી છે. ચીને તેના પર કાબુ મેળવી લેવામાં સફળતા તો હાંસલ કરી છે પરંતુ હાલમાં જ ત્યાં ફરી કોરોનાલક્ષણ વગરના દર્દી દેખાવવા લાગી ગયા છે. કેટલાક એવા પણ દેશ છે જે કોરોનાને રોકવા માટે સારા પગલા લેવામાં સફળતા મેળવી છે. જેના કારણે તેમને કોરોનાને રોકવામાં કેટલીક હદ સુધી સફળતા પણ મળી છે. કોરોના વાયરસે જ્યારે ભારતમાં એન્ટ્રી કરી ત્યારે અહીં માર્ચ મહિનામાં જ લોકડાઉન કરીને તેના વધતાજતા ફેલાવા પર બ્રેક મુકવામાં સફળતા મેળવી લેવાના પ્રયાસ શરૂ થયા હતા. અલબત્ત સમગ્ર દુનિયામાં ઇન્ફેક્શનના કેસોની તુલનામાં મોતનો આંકડો ઓછો છે. આ સંબંધમાં હવે સીડીસી દ્વારા નિવેદન જારી કરીને માહિતી આપી છે. સીડીસી દ્વારા કહેવામાં આવ્યુ છે કે સમગ્ર દુનિયામાં જે રીતે કેસો છે તે જોતા મોતનો આંકડો ઓછો છે. મોતનો આંકડો કોરોના વાયરસના કારણે કેસોની તુલનામાં ઓછો કેમ છે. આનુ કારણ શુછે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. સીડીસી દ્વારા સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કેસોમાં ધ્યાન આપ્યા બાદ રિપોર્ટ તૈયાર કર્યા બાદ કેટલીક માહિતી એકત્રિત કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસથી અસગ્રસ્ત થયેલા લોકો અને તેના કારણે થયેલા મોતના આંકડામાં ખુબ અંતર છે. આના માટે કારણ એ છે કે કોરોના વાયરસને ઠીક કરવા માટે જુદી જુદી પ્રકારની પદ્ધિતી અપનાવવામાં આવી રહી છે. જેના કારણે મદદ મળી છે. સારવારની જુદી જુદી રીત દવા ન હોવાના કારણે અપનાવવામાં આવી રહી છે. સીડીસી દ્વારા કહેવામાં આવ્યુ છે કે લક્ષણ ન દેખાતા હોય તેવા દર્દીના મોતના આંકડામાં પણ ઘટાડો થયો છે. આના કારણે શરીરમાં ઇન્ફેક્શન ફેલાઇ જવાની સ્થિતી એકદમ ખરાબ થતી નથી. દર્દીને યોગ્ય સમય પર સારવાર મળે તો તે સ્વસ્થ થઇ જાય છે. આ તમામ વચ્ચે સૌથી ધ્યાન આપવા માટેની બાબત એ છે કે સમગ્ર દુનિયમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોમાં સૌથી વધારે મોત ૬૦ વર્ષથી ઉપરના લોકોના છે. આવા લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી રહે છે. સારવારમાં સમય વધારે લાગે છે. જેથી સારવારની અસર પૂર્ણ રીતે થતી નથી. જો કે કેટલાક એવા મામલા પણ સપાટી પર આવ્યા છે જેમાં મોતનો આંકડો ૨૦થી ૩૦ વર્ષની વયની વચ્ચોનો છે. એક બાબત તો સ્પષ્ટ થઇ ચુકી છે કે રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી ધરાવતા લોકો વધારે સકંજામાં આવી રહ્યા છે. આવા લોકો જ કોરોનાના કારણે વધારે શિકાર થઇ રહ્યા છે. અંડરલાઇંગ ડિસીઝવાળા દર્દી કોરોનાના કારણે વહેલી તકે શિકાર થઇ રહ્યા છે. કોરોનાગ્રસ્ત થયા બાદ  તબીબોની સલાહ અને દવાના આધાર પર  ભારતમાં લોકો વધારે ઝડપથી સ્વસ્થ થઇ રહ્યા છે. ભારતમાં વધારે અસરગ્રસ્ત રાજ્યોના શહેરોમાં અમદાવાદ પણ સામેલ  છે. કારણ કે અહીં કેસો વધારે રહેલા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here