બિનવારસી લાશને લઇ મહિલા સબ ઇન્સ્પેક્ટર બે કિમી સુધી પગપાળા ચાલ્યા

0
28
Share
Share

હૈદરાબાદ,તા.૨

આંધ્ર પ્રદેશમાં એક મહિલા સબ ઇન્સપેક્ટરે જે કર્યું તે માનવતા માટે એક મોટું ઉદાહરણ છે. ગ્રામીણ વિસ્તારમાં એક બિનવારસી લાશને કોઈ અડવાથી પણ ડરી રહ્યું હતુ તો આ સબ ઇન્સપેક્ટરે ના ફક્ત એ લાશને ખભા પર ઉઠાવીને ૨ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યું, પરંતુ તેના અંતિમ સંસ્કાર પણ પોતાના હાથોથી કર્યા. શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં સબ ઇન્સપેક્ટર કે. શ્રીષાએ રૂટીન ડ્યૂટીથી હટીને જે કર્યું તે માટે દરેક જણ તેની પ્રશંસા કરી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કૃષ્ણા રેડ્ડીએ પણ યુવા પોલીસ અધિકારીની માનવતાને બિરદાવી છે અને ટ્‌વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, ઑફિશિયલ ડ્યૂથી આગળ એક પગલું ઉઠાવીને અંતિમ સંસ્કારમાં મદદ કરવી દર્શાવે છે કે આપણા દેશમાં દરેક પોલીસ કર્મચારી કેટલા ઊંડાણપૂર્વક પોતાના માનવીય મૂલ્યોને રાખે છે. આંધ્ર પ્રદેશના પોલીસ ચીફ ડી. ગૌતમ સવાંગે યુવા પોલીસ અધિકારીના આ કામની પ્રશંસા કરી છે.

શ્રીકાકુલમ જિલ્લાના પલાસા કાસીબુગ્ગા મ્યુનિસિપાલિટીના આદિવિકોટ્ટૂરૂ ગામમાં એક ખેતરમાં બિનવારસી લાશને લોકોએ જોઇ, પરંતુ કોઈ પણ એ લાશ પાસે જવાની હિંમત નહોતુ કરી રહ્યું. કેટલાક લોકોએ જણાવ્યું કે આ વ્યક્તિ બીજા લોકો પાસે ભોજન માંગીને પેટ ભરતો હતો, પરંતુ તે મૂળ રીતે ક્યાંનો હતો તે કોઈને પણ નહોતી ખબર. સબ ઇન્સપેક્ટર શ્રીષાને ઘટનાની જાણકારી મળી તો તે ઘટનાસ્થળે પહોંચી.

ત્યાં તેણે જોયું કે, લાશના અંતિમ સંસ્કાર તો દૂર લોકો તેની પાસે જવાથી પણ ડરી રહ્યા હતા. કોરોના સંક્રમણના ડરના કારણે સંભવતઃ લોકો આવું કરી રહ્યા હતા. આ જોયા બાદ શ્રીષાએ લલિતા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી લાશના અંતિમ સંસ્કારનો નિર્ણય કર્યો. શ્રીષા લાશને પોતાનો ખભો આપીને ૨ કિલોમીટર સુધી ચાલી અને ખુદ જ તેના અંતિમ સંસ્કાર કર્યા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here