બિગ બોસ ૧૪ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે

0
23
Share
Share

બિગ બોસ ૧૪ના કન્ટેસ્ટન્ટ્‌સને આંચકો

બિગ બોસ ૧૪ પહેલા દિવસથી સતત ચર્ચામાં છે, આ વખતે શોમાં ટીવીના જાણીતા ચહેરા પણ ઘરમાં આવ્યા છે

મુંબઈ,તા.૯

૧૪ દિવસનો સમયગાળો પૂરો થતાની સાથે જ સીનિયર્સ સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન બિગ બોસ ૧૪નું ઘર છોડી દેશે અને બાદમાં ઘરમાં વાઈલ્ડ કાર્ડની એન્ટ્રી થશે. બિગ બોસ ૧૪ના ઘરમાં હાલ ૧૧ કન્ટેસ્ટન્ટ્‌સ છે અને રિપોર્ટ્‌સ પ્રમાણે આવનારા દિવસોમાં ઘરમાં ૫ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થશે. આ માટે સેલેબ્સના નામ પણ સામે આવી ચૂક્યા છે. સૌથી પહેલા નૈના સિંહનું નામ સામે આવ્યું છે. કુમકુમ ભાગ્ય અને સ્પ્લિટ્‌સવિલા ૧૦માં જોવા મળેલી નૈના વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માટે કન્ફર્મ છે. બીજું નામ પ્રતીક સહજપાલનું છે. પ્રતીક એક્ટર, મોડલ, એથલીટ અને એક મોટિવેશનલ સ્પીકર છે. તે એસ ઓફ ફેમ અને લવ સ્કૂલ ૩માં જોવા મળી મળ્યો હતો. પ્રતીક પવિત્રા પુનિયાનો એક્સ-બોયફ્રેન્ડ છે. ઘણા દિવસથી ચર્ચા છે કે તેની બિગ બોસ ૧૪ના ઘરમાં એન્ટ્રી થશે. ગુડ્ડન તુમસે ના હો પાયેગામાં જોવા મળેલી રશ્મિ ગુપ્તાનું નામ પણ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પણ આગામી દિવસોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે બિગ બોસના ઘરમાં ધમાલ મચાવવા જશે. ૯૦ના દશકાની ઈરોટિક ફિલ્મોની સ્ટાર રહેલી સપના સપ્પૂ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈને ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્‌સ પ્રમાણે, હાલ તે મુંબઈની એક હોટેલમાં ક્વોરન્ટિન છે. એક વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, ૧૪ દિવસ બાદ બિગ બોસના ઘરમાં શાર્દુલ પંડિતની પણ એન્ટ્રી થશે. હાલ તે મુંબઈની હોટેલમાં ક્વોરન્ટિનમાં છે. શોના હાલના કન્ટેસન્ટ્‌સની વાત કરીએ તો તેમાં રુબીના દિલૈક, તેનો પતિ અભિનવ શુક્લા, એજાઝ ખાન, સારા ગુરપાલ, જાસ્મીન ભસિન, પવિત્રા પુનિયા, જાન કુમાર સાનુ, નિશાંત સિંહ મલ્કાની, નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય, શહેબાદ દેઓલ છે. આ વખતની બિગ બોસની સીઝન અગાઉની સીઝન કરતાં એકદમ અલગ છે. આ વખતે પહેલીવાર અગાઉની સીઝનના ત્રણ કન્ટેસ્ટન્ટ્‌સ સીનિયર બનીને આવ્યા છે. ઘરમાં ૧૪ દિવસ સુધી ગૌહર, હિના ખાન અને સિદ્ધાર્થ શુક્લાનો કબ્જો રહેવાનો છે. આ સિવાય સીઝનના પહેલા દિવસથી કન્ટેસ્ટન્ટ વચ્ચે ઝઘડાની શરુઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં પણ ઘરની અંદર ઘમાસાણ જોવા મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here