બિગ બોસ ઘરની બહાર નીકળી સારા સિદ્ધાર્થ શુક્લા પર ભકડી

0
13
Share
Share

બિગ બોસ શરૂ થવાની સાથે જ પહેલા વીકમાં સારા બહાર નીકળી ગઇ છે પણ તેને હજી આ વાત હજમ થતી નથી

મુંબઈ,તા.૧૫

બિગ બોસ ૧૪ પહેલા સપ્તાહના એવિક્શન પછી ચર્ચામાં આવેલી સિંગર સારા ગુરુપાલ હવે ઘરની બહાર નીકળતા જ સિદ્ધાર્થ માટે પોતાની ભડાસ નીકાળી છે. ઘરેથી બહાર નીકળ્યા પછી તેણે સીનિયર્સનો ક્લાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસ શરૂ થવાની સાથે જ પહેલા જ વીકમાં સારા ગુરપાલ બહાર નીકળી ગઇ છે. પણ તેને હજી આ વાત હજમ નથી થતી. સારા ગુરપાલે સિદ્ધાર્થ શુક્લના આ નિર્ણયની આલોચના કરી છે. તેણે કહ્યું કે ઘરના કામ, ટાસ્કમાં જોડાવાથી લઇને વાળ કાપવા જેવી તમામ વાતો માન્યા પછી પણ મને ઘરની બહાર કરવામાં આવી છે. અમર ઉજાલા સાથે ખાસ વાતચીતમાં સારાએ કહ્યું કે મને નથી લાગતું કે મે લોકોનું મનોરંજન નથી કર્યું. ઘરમાં દાખલ થવાની સાથે મે મારા વાળ કપાવ્યા. ટાસ્કમાં મારી આંખમાં ઇજા થઇ તેમ છતાં મેં ઘરના કામ કર્યા. પણ ખબર નહીં કેમ તેમ છતાં હું ક્લાસની બહાર નીકળી ગઇ. સારા અહીં જ રોકાઇ તેણે કહ્યું મને ખાલી ઘરના એક જ સદસ્યએ નોમિનેટ કરી છે. બાકી લોકોએ ૩-૪ લોકોના નામ આપ્યા. સારાએ કહ્યું કે ઘરમાં નિક્કી તંબાલીને છોડીને મારી બધાથી સારા મિત્રતા હતા. અને કોઇ નહતું ઇચ્છું કે હું ઘરની બહાર જાઉ. પંજાબી સિગરનું કહેવું છે કે ગૌહર ખાન અને હિના ખાન નથી ઇચ્છતા કે હું ઘરની બહાર જઉં. વધુમાં તેણે સિદ્ધાર્થ પર નિશાનો લગાવતા કહ્યું કે ખાલી એક ટાસ્ક માટે હું કોઇની ગોદમાં બેસીને નાચુ તે મારાથી નહીં થાય. હું તે રીતની યુવતી નથી. હું આવું બધું નેશનલ ટીવી પર નથી કરી શકતી. સોશિયલ મીડિયા પર મળી રહેલા સપોર્ટથી સારા ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે જે રીતે મને જનતાનું સમર્થન મળે છે. તે જોઇને તો સાફ લાગે છે કે કાશ મારી પાસે થોડા વધુ વોટ હોત. સારાએ કહ્યું કે હું ઘરની બહાર આવવા પર બિગ બોસને ખોટા નથી માનતી. પણ આ ખાલી એક સિનિયરનો નિર્ણય છે. અને તે સીનિયર છે સિદ્ધાર્થ શુક્લા, તેણે મને કહ્યું કે મારી પર્સનાલિટી ટાસ્ક માટે યોગ્ય નથી. મારું માનવું છે કે મેં ટાસ્કમાં સારું કામ કર્યું. પણ હું તેની ખોળામાં બેસીને નાચવા નથી માંગતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here