બિગ બોસના ઘરમાં આવવા માટે રાધે માં લેશે દર અઠવાડિયે આશરે ૨૫ લાખ રૂપિયા

0
23
Share
Share

મુંબઈ,તા.૧

ભારતીય ટેલિવિઝનનો સૌથી વિવાદાસ્પદ અને ટીઆરપી મામલે ટોપમાં રહેતો રિયાલિટી શો બિગ બોસ ૧૪ની નવી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. સલમાન ખાનના શોને લઇને ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ શો માટે ઘણા મોટા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં આધ્યાત્મિક ગુરુ રાધે માંનું નામ પણ શામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો માટે રાધેમાં સૌથી વધુ ફી વસુલનારી સ્પર્ધક બની છે.

એક વેબસાઇટના અહેવાલ અનુસાર, રાધે માં શોનો ભાગ બનવા માટે તગડી ફી લઈ રહી છે. રિપોર્ટ અનુસાર, તેમને દર અઠવાડિયે આશરે ૨૫ લાખ રૂપિયા આપવામાં આવશે. બિગ બોસ ૧૪ના નિર્માતાઓએ રાધે માંની ફી અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પોતાના દેખાવ અને નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતી રાધે માંના દેશભરમાં મોટી સંખ્યામાં ભક્તો છે.

હાલમાં જ શોના નવા પ્રોમો વીડિયોથી લોકોને વધારે રસ પડવા લાગ્યો છે. આ નવા પ્રોમો વીડિયોમાં અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી આધ્યાત્મિક ગુરુ રાધે માં ‘બિગ બોસ ૧૪’ ના ઘરે પ્રવેશ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં રાધે મા લાલ ડ્રેસમાં સજીધજીને આવી રહી છે અને સાથે જ હાથમાં ત્રિશૂળ પણ રાખ્યું છે.આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે રાધે માંની સાથે તેમના કેટલાક ભક્તો પણ જોવા મળી રહ્યા છે. એન્ટ્રીની સાથે બિગ બોસે પણ રાધે માને ઘરમાં આવકાર્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘આ શનિવારે બિગ બોસના મકાનમાં કોની કૃપા વરસશે? બિગ બોસ ૧૪ ગ્રાન્ડ પ્રીમિયર, ૩ ઓક્ટોબર શનિવારે રાત્રે ૯ વાગ્યે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here