બાળકોમાં કોરોનાથી જોડાયેલો જીવલેણ સિન્ડ્રોમ MIS-C

0
17
Share
Share

બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે થનારા મોત પણ ખૂબ જ ઓછા નોંધયા હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું

નવી દિલ્હી,તા.૮

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન હવે બાળકોમાં પણ કોરોના વાયરસ સંક્રમણ સંબંધિત એક જીવલેણ સિન્ડ્રોમ એટલે કે લક્ષણ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે બાળકોમાં કોરોના વાયરસના હળવા કે આંશિક સંક્રમણના લક્ષણો જોવા મળી રહ્યા હતા. સાથોસાથ બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે થનારા મોત પણ ખૂબ ઓછા નોંધવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે સ્વીડન, અમેરિકા, સ્પેન અને બ્રિટન બાદ ભારતીય બાળકોમાં પણ એક જીવલેણ મલ્ટીસિસ્ટમ ઇન્ફેમેટરી સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે. તેને એમઆઈએસ-સી પણ કહેવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં ૨૨ ઓગસ્ટ સુધી કોરોનાથી થયેલો કુલ મોતોમાં ૨૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાઓ તથા બાળકોની સંખ્યા માત્ર ૧.૨૨ ટકા છે. એવામાં એમઆઈએસ-સી ભારતમાં હજુ પણ ઘણું સીમિત છે. એમઆઈએસ-સીમાં દર્દીને ખૂબ જ તાવ, શરીરના અંગોનું યોગ્ય રીતે કામ ન કરવું, અંગોમાં ખૂબ જ સોજો દેખાવા જેવી સમસ્યા સહિત બાળકોની અન્ય બીમારી કાવાસાકીના લક્ષણોની સાથે પણ તેના લક્ષણ મળતા જાય છે. તેમાં ધમનીઓમાં સોજો આવવો, કાર્ડિયોવસ્કુલર શૉક અને અનેક અંગ ખરાબ થઈ જવા સામેલ છે. જર્નલ સેલમાં પ્રકાશિત શોધ મુજબ, જોકે એમઆઈએસ-સી અને કાવાસાકી બીમારીમાં ધમનીઓને થતાં નુકસાનથી જોડાયેલો સોજો અને અન્ય લક્ષણ થોડા અલગ હોય છે. સ્વીડન અને ઈટલીના શોધકર્તાઓએ પોતાની શોધમાં સ્વસ્થ બાળકોમાં પ્રતિરક્ષા કોશિકાઓ, સાઇટોકાઇન અને ઓટો એન્ટીબોડીઝના તંત્રનું વિશ્લેષણ કર્યું છે. તેમાં કોવિડ ૧૯થી પહેલા કાવાસાકી બીમારીથી ગ્રસ્ત બાળકો, કોરોના વાયરસથી ગ્રસ્ત બાળકો અને એમઆઈએસ-સીથી ગ્રસ્ત બાળકોમાં એવું જોવા મળ્યું કે તેમાં મલ્ટીપલ ઓટોએન્ટીબોડીઝના કારણે એમઆઈએસ-સી ફેલાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here