બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એડવોકેટ પરીક્ષાની મુદતમાં વધારો

0
17
Share
Share

ઓનલાઇન ફોર્મ તા. ૧૦ ડીસેમ્બર સુધી ભરી શકાશે અને પરીક્ષા ર૩ જાન્યુઆરી એ

રાજકોટ તા. ૧૬

વર્ષ ર૦૧૦થી દેશના કોઈપણ ધારાશાસ્ત્રી વકીલાતના વ્યવસાયમાં જોડાઈ ન્યાયિક અદાલતમાં વકીલાત કરવી હોય તો તે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ ફરજીયાત પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કરનાર ધારાશાસ્ત્રીઓ જ દેશની કોઇપણ ન્યાયિક અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે છે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પંદરમી વખત દેશમાં નવા નોંધાયેલા ધારાશાસ્ત્રી માટે ઓલ ઇન્ડિયા બાર પરીક્ષા યોજવામાં આવેલ છે. તેમજ તા.૧૭/૧૦/ર૦ર૦ સુધી આ પરીક્ષા આપવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપવામાં આવેલ હતી, પરંતુ ગુજરાતની સંખ્યાબંધ લો યુનિવર્સિટીના પરિણામ છેલ્લા પાંચ દિવસમાં આવેલ છે અને કેટલીક યુનિવર્સિટીના પરિણામ હજુ બાકી હોવાથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સભ્યો તરફથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પરીક્ષા ફોર્મ ભરવાના સમયમાં તેમજ પરીક્ષાની તારીખ લંબાવવા સમગ્ર ગુજરાતમાં થી માગણી કરવામાં આવેલ  જે અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાને રજુઆત કરેલી. જે રજુઆત ને ધ્યાને લઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ તા. ૧૦ ડીસેમ્બર સુધી ભરી શકાશે. પરીક્ષા ર૩ જાન્યુઆરી ના રોજ લેવામાં આવશે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન કીરીટ બારોટ, વા. ચેરમેન શંકરસીંહ ગોહીલ, એકજી. કમીટીના ચેરમેન ભરત ભગત અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલ સહીતના એ રજુઆત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here