બાબરા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના હોદેદારોની સર્વાંનુમતે વરણી

0
22
Share
Share

બાબરા તા.૧૭

બાબરા તાલુકાના ધરાઈ ગામે શ્રી બાલમુકુંદજીપ્રભુ ના સાનિધ્યમાં તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજની એક બેઠક સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ છેલભાઈ જોષી અને અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં તાલુકાના હોદેદારોની સર્વાંનુમતે વરણી કરવામાં આવતા તમામ ભૂદેવો દ્વારા હરહર મહાદેવના જયઘોષ  સાથે વધાવી વરણી આવકારી હતી   બાબરા તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે હસુભાઈ જોષી(મુખ્યાજી)ઉપ પ્રમુખ તરીકે ભરતભાઇ મહેતા મહામંત્રી દિલીપભાઈ મહેતા, મંત્રી સુરેશભાઈ તેરૈયા,સહમંત્રી નરહરિભાઈ દવે,ખજાનસી રાજુભાઇ જોષી,સલાહકાર પ્રફુલભાઈ ભટ્ટ,અને કારોબારી અધ્યક્ષ તરીકે મૌલિકભાઈ તેરૈયાની વરણી કરવામાં આવી હતીઆ તકે ઉપસ્થિત સૌરાષ્ટ્ર કચ્છ ના પ્રમુખ છેલભાઈ જોષી અને અમરેલી જીલ્લા પ્રમુખ અને જાણીતા એડવોકેટ શ્રી ઉદયનભાઈ ત્રિવેદી દ્વારા સમાજિક સંગઠન ને આવકારી અને જ્ઞાતિ બાળકો ની સાક્ષરતા થકી સમાજ ઘડતર નો રાહ ચીંધ્યો હતો

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here