બાબરા : ચા બનાવતા દાઝેલી યુવતીનું સારવારમાં મોત

0
15
Share
Share

બાબરા તા. ૧ર

બાબરાના ધુળીયા પ્લોટ વિસ્તારમાં રહેતા કિંજલબેન દેવરાજભાઇ ભખવાડીયા (ઉ.વ. રર) ગઇકાલે બપોરે રઃ૩૦ વાગ્યા આસપાસ પોતાના ઘરે પ્રાયમસ ઉપર ચા બનાવતા હતા ત્યારે અકસ્માતે ભડકો થતા તેણી ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને પ્રથમ બાબરા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.સ જયાં સારવાર દરમિયાન દમ તોડયા હતા. મૃતકના પતિ હીરા ઘસવાનું કામ કરે છે. ર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. સંતાનમાં ૧ દીકરી છે. દીકરી મા વિહોણી થતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here