બાબરા : ગળકોટડી ગામ નજીક જીપની ઠોકરે બાઇક સવારનું મોત

0
16
Share
Share

અમરેલી તા. ર૦

બાબરા તાલુકાનાં ગળકોટડી ગામે રહેતા શૈલેષભાઈ અરજણભાઈ વસાણીયા નામનાં ૩૪ વર્ષિય ખેડૂતના પિત્રાઈ ભાઈ યોગેશભાઈ જયંતિભાઈ વસાણીયા ગત તા. ૧-૧૧નાં રોજ પોતાની મોટર સાયકલ લઇને તેમનાં ખેતરે જતા હતા ત્યારે બાબરા દરેડ ગામ વચ્ચે પડતર ખરાબાની જમીન પાસે પહોંચતા રોડ ઉપર બોલેરો નં. જીજે ૦૩ એચઆર ૬૨૧૭ના ચાલકે તેમના મોટર સાયકલને હડફેટે લઇ ગંભીર ઇજાઓ કરતાં ઘવાયેલા યોગેશભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યોગેશભાઈનું મૃત્યુ નિપજ્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ હતી.

પોલીસની ફરજમાં રૂકાવટ

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નવીનભાઈ વી. બારૈયા તથા પોલીસ કર્મચારીઓ ગુરુવારે સાંજના સમયે સાવરકુંડલા ગામે અમરેલી રોડ પર આવેલ એક ઇલેકટ્રીકલ્સની દુકાને કોરોના મહામારી સબબ માસ્ક દંડની કામગીરી કરતા હતા ત્યારે સાવરકુંડલા ગામે રહેતા મુર્તુજાભાઈ કુરબાનભાઈ ચૌહાણ તથા તેમના ભાઈ જુજરભાઈએ માસ્ક નહીં પહેરી રાગદ્વેષ રાખી પોલીસની કામગીરીમાં તથા ફરજમાં રુકાવટ કરતા આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં આ બંને ભાઈઓ વિરુધ્‌ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here