બાબરા કોરોના મહામારીના કારણે દશાનંદ વધની ૧૩૧ વર્ષ જુની પરંપરા મોકુફ રહેશે

0
28
Share
Share

ભગવાન શ્રીરામ શ્રી હનુમાનજી સહિત દશાનંદ રાવણના પાત્રો ભજવનારા માં નિરાશા

બાબરા તા.૨૪

બાબરા શહેર માં છેલ્લા ૧૩૧ વર્ષ થી અહી ના રામજીમંદિર ચોક ખાતે નવરાત્રી અંગે મહાકાળી ગરબી મંડળ દ્વારા ઉજવાતા આઠમ ના રાત્રે  મહાકાળી માતાજી ના પાત્રો પાવાગઢ નું પતન અને દશેરા ના દિવસે બાબરા શહેર ની બજાર વચ્ચે ભગવાન શ્રી રામ લક્ષમણ શ્રી હનુમાનજી સહિત ના પાત્રો અને લંકાપતિ રાવણ સહિત સાથે યોજાતું ધમાસાણ યુધ્ધ બાદ શ્રી રામચંદ્રભગવાન ના તીર વડે દશાનંદ રાવણ ના વધ રુપી અસત્ય ઉપર સત્ય ના વિજય બાદ ઉજવાતું દશેરા પર્વ માટે કોરોના મહામારી ના કારણે તંત્ર દ્વારા મંજુરી નહી મળતા આયોજન મોકુફ રહ્યા નું જાણવા મળે છે

દશાનંદ વધ નીહાળવા બાબરા તાલુકા સહિત શહેર માંથી મુખ્ય બઝાર વચ્ચે મોટી જનમેદની એકઠી બને અને ભગવાન શ્રી હનુમાનજી ની ગદા થી મીઠામાર પ્રસાદી રુપે ખાવા માટે યુવાનો ના ટોળા વળતા હોઈ છે છેલ્લા તેર દાયકા થી ઉજવાતા ધાર્મિક પ્રસંગ ની આવક માંથી ગૌસેવા માટે દાન સહિત આર્થિક જરુરીયાત વાળા દદર્ી પરિવારો ને મદદ રુપ થવા માં આવી રહ્યું છે ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે મંજુરી નહી મળતા વેશભૂષા પાત્રો ભજવતા અને છેલ્લી ચાર ચાર પેઢી થી ગરબી મંડળ સાથે સંકળાયેલા લોકો માં ચાલુ વર્ષે પરંપરા બંધ રહેતા નિરાશા વ્યાપી છે અને સાથો સાથ કોરોના થી બચવા રાજ્ય તંત્ર ના નિર્ણય ને આવકારવા માં આવ્યા નું જાણવા મળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here