બાબરા : આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો આપઘાત

0
16
Share
Share

અમરેલી તા. ર૮

બાબરાનાં આશરાનગરમાં રહેતા અજયભાઈ હરેશભાઈ સાથળીયા નામનાં ૧૯ વર્ષીય યુવકનાં સાસરીયા તરફથી મૃતકનાં વડિલો આવેલ હતા અને મૃતકનાં માતા-પિતાને વડિલોએ જણાવેલ કે, હાલનું વર્ષ નબળુ હોયઆર્થિક રીતે નબળાઈ હોય જેથી હાલનાં વર્ષમાં લગ્ન કરી શકીએ તેમ નથી. જેથી આ અજયભાને તેની જાણ થતાં તેઓને લાગી આવતા અજયભાઈએ પોતાની મેળે પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

આર્થિક ભીંસથી યુવાનનો આપઘાત

ચલાલા ગામે રહેતા હસમુખભાઈ રમેશભાઈ તળાવીયા નામનાં ૪૦ વર્ષીય યુવકનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય અવારનવાર ધંધો બદલાવવા છતાં પણ કામ ધંધા ચાલતા ન હોય. જેથી પોતે કંટાળી જઈ ગુરૂવારે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયાનું ચલાલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત

અમરેલી ગામે રહેતા અમીતભાઈ મનસુખભાઈ કાલેણા નામનાં ૩૩ વર્ષીય યુવકે ગુરૂવારનાં રોજ અમરાપુર ગામે આવેલ જયસુખભાઈ વલ્લભભાઇ કાનપરીયાની વાડીમાં આવેલ કુવામાં માનસિક બિમારીનાં કારણે કંટાળી જઈ પોતાની જાતે વાડીનાં કુવામાં પડી જતાં અમીતભાઈ મનસુખભાઈ કાલેણાનું મૃત્યુ નિપજયાનું વડિયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

મારામારી

જાફરાબાદ તાલુકાનાં નવી જીકાદ્રી ગામે રહેતા અને ઉપ સરપંચ તરીકે કામ કરતાં મહેશભાઈ અમરૂભાઈ વરૂએ તેજ ગામે રહેતા અમરદાસ દુધરેજીયાને પાણી આપવા માટે રાખેલ હોય. જેને તેજ ગામે રહેતા મહેશભાઈ ચંપુભાઈ વરૂએ ફોનમાં ગાળો આપતા ઉપસરપંચ સામેવાળાને સમજાવવા જતાં સામેવાળા મહેશભાઈ ચંપુભાઈ વરૂને સારૂ નહી લાગતા ઉપસરપંચ તથા અમરદાસભાઈને લોખંડનાં પાઈપ વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.તો સામાપક્ષે મહેશભાઈ ચંપુભાઈ વરૂએ પણ આજ કારણોસર ઉપસરપંચ મહેશભાઈ અમરૂભાઈ વાળએ લોખંડનાં પાઈપ વડે માર માર્યાની સામી ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here