બાબરામાં ટ્રાફીક અડચણ પ્રશ્ને બુધવારી બઝારમાં મહિલા વર્ગને લાકડીને જોરે હટાવતી મહિલા પોલીસ સસ્પેન્ડ

0
29
Share
Share

નાના માણસોની બીગ બઝાર બંધ કરાવવા ચાલતી ચહલ પહલથી વેપારી વર્ગમાં રોષઃ પોલીસ દબંગગીરી મુદે ધારાસભ્ય ઠુંમર દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ રજુઆત

બાબરા તા.૧૩

બાબરા શહેર કાળુભાર નદી કાઠા વિસ્તાર અને વોકરજોન સહિત બન્ને પુલ ઉપર બુધવાર ના દિવસે બાબરા ના સ્થાનિક અને બહારગામ થી આજીવિકા રળવા આવતા અંદાજીત ૧૫૦ જેટલા નાના મોટા વેપારીનો પાથરણા,લારી,પલંગ ઉપર વ્યાજબી ભાવે ઘર વપરાશ સહિત હેન્ડલુમ કાપડ પ્લાસ્ટિક ફ્રુટ કોસ્મેટીક સહિત નો વેપાર છેલ્લા ૨૦ વર્ષ થી ચાલે છે અને નગરપાલિકા વિસ્તાર માં લારી પાથરણા રાખી વેપાર કરતા વેપારી વર્ગ પાસે છેલ્લા ૧૦ માસ થી કોઈ ભાડું ઉઘરાવવા માં આવતું નથી નાના અને મધ્યમ વર્ગ નો સમય સાચવી આપતી અને મોટાગજા ના શો રુમો કરતા તદન વ્યાજબીભાવે વેપાર કરતા આ બુધવારી બઝાર માં બાબરા તાલુકા સહિત આજુબાજુ ના પંથક માંથી અંદાજીત ૫૦૦૦ થી વધુ ગ્રાહકો ની અવરજવર અને પોતાના બઝેટ માં જીવનજરુરી ચીજ વસ્તુ મળી રહે છે

છેલ્લા સમયે કોરોના મહામારી મુદ્દે આ બઝાર નો વેપાર ભાંગી પડ્યા બાદ લોક ડાઉન માં રાહત મળતા નાના વેપારી નો વ્યવસાય ધમધમાટ શરુ થયો હતો જેમાં આજે સવારે સ્થાનિક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી સ્ટાફે પ્રથમ રોફ જાટકી વેપારી વર્ગ ના ધંધા રોજગાર અડચણ હોવાનું કહી સ્થળ ફેર કરાવ્યા અને રાજકોટ ભાવનગર રોડ ઉપર વેપાર કરવા મોકલાયા બાદ ગણતરી ની કલાકો માં ત્યાંથી હટી જવા દમદાટી આપતા પેટીયુ રળવા આવેલા મધ્યમ વેપારી માટે જાયે તો જાયે કહાં તેવી સ્થિતિ વચ્ચે આજે બાબરા ગાયત્રી મંદિર નજીક એકઠી થયેલી મહિલા વેપારી વર્ગ ઉપર સ્થાનિક પોલીસ મથક માં પી.એસ.આઈ તરીકે ફરજ બઝાવતા મહિલા દિપીકા ચૌધરી દ્વારા દબંગીરી આદરી સિવિલ ડ્રેસ માં આવી મહિલા વર્ગ ને લાકડી વડે મારમારવા લાગ્યા હોવાનો વિડીઓ સામે આવ્યો હતો અત્રે યાદ રહે કે બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થોડા મહિના પહેલા કોરોના મહામારી સંક્રમણ ઘટવા અંગે બુધવારી બઝાર બંધ રખાવવા માંગ ઉચ્ચારી હતી હાલ તેમના દ્વારા કોઈ માંગ નથી તેવું જાણવા મળી રહ્યું છે અત્રે યાદ રહે કે આ બુધવારી બજાર માં વેચાતી ચીજ વસ્તુ અન્ય બજારોથી સસ્તી અને ટકાઉ હોવાની સાક્ષી પુરવા પાંચ હજાર થી વધુ મધ્યમકદ ના ગ્રાહકો શ્રમિકો પરપ્રાંત ના શ્રમિક મજૂરો મોટાભાગે ખરીદી માટે અવરજવર કરે છે આવા સમયે નાનાકદ ના બહારથી પેટીયું રળવા આવતા અઠવાડિક બજારના વેપારી ઉપર પોલીસ વર્ગની યાતનાભરી કામગીરી મુદ્દે કોઈ લાઠી બાબરા વિસ્તાર ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જીલ્લા કલેકટર નો સંપર્ક સાધી મહિલા ફોઝદાર સામે ખાતાકીય કામગીરી માટે માંગ ઉઠાવી છે મહિલા વર્ગ ઉપર દમન કરનાર પી.એસ.આઈ નો મીડિયા દ્વારા ટેલીફોન સંપર્ક  સાધતા તેવો કામગીરી માં હોવાનું અને રુબરુ મુલાકાત લેવા જણાવી દીધું હતું

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here