બાબરાઃ કલોરાણા ગામે શેઢા તકરારમાં કૌટુંબીક ભાઈઓનાં પરિવાર વચ્ચે મારામારીમાં ૧૩ને ઈજા

0
26
Share
Share

બાબરા, તા.૪

બાબરા તાલુકાનાં કલોરાણા ગામે જમીનનાં શેઢા બાબતે કોળી પરિવારનાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ઢીંગાણું સજરતા ૧૩ જેટલા લોકોની નાની-મોટી ઈજાઓ પહોંચતા બાબરા પોલીસ દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ મારફતે બાબરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગત જાણવા મળતી માહિતી મુજબ બાબરા તાલુકાનાં કલોરાણાગામમાં રહેતા કોળી સમાજના બે પરિવાર વચ્ચે જમીનના શેઢા બાબતે ઉગ્ર બોલાચાલી બાબતે મોટો ઝઘડો થતાં લાકડીઓ, પાઈપ અને ધારીયા ઉડયા હતા. જેમાં મહિલાઓ અને પુરુષોને માથાના અને હાથ-પગના ભાગમાં નાની-મોટી ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં પીએસઆઈ પંડયા અને પીઆઈ ગોહિલ સ્ટાફ સાથે કલોરાણા દોડી ગયા હતા અને તમામને સારવાર અર્થે બાબરા દવાખાને ખસેડી બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

કલોરાણા ગામમાં બે પરિવાર વચ્ચે જૂથ અથડામણમાં મેરામભાઈ વશરામભાઈ ડાભી, નયનાબેન વિનુભાઈ, દિપકભાઈ વિનુભાઈ, ભાવેશભાઈ વિનુભાઈ, ધનજીભાઈ અરજણભાઈ ડાભી, દિનેશભાઈ ધનજીભાઈ, લીલાબેન ધનજીભાઈ, સુરેશભાઈ ધનજીભાઈ, નયનાબેન લાલજીભાઈ, રસિલાબેન, દયાબેન, સુરેશભાઈ, લાલજીભાઈ ધનજીભાઈ આ તમામને પ્રથમ બાબરા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી અને રાજકોટ રીફર કરાયા છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ વી.વી. પંડયા ચલાવી રહૃાા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here