બાપૂની પ્રજા શકિત પાર્ટી પાંચ મુદા સાથે ચૂંટણીમાં ઝંપલાવશે

0
24
Share
Share

એક વર્ષ સુધી કોંગીના સમર્થનથી ટનાટન સરકાર ચલાવનાર શંકરસિંહ વાઘેલાનો નવા વિકલ્પનો પ્રયાસ

રાજકોટ, તા.૨૩

ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની જીલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાપાલિકાની ચુંટણીમાં ફરી એકવાર ચૂંટણીનાં વાજા વાગતા રાજ્યમાં છેલ્લા પાંચ દશકા કરતા પણ વધુ સમયથી સક્રિય રાજકારણમાં રહી સતત ચર્ચામાં રહેતા બાપૂ (શંકરસિંહ વાઘેલા) રચિત પ્રજા શકિત પાટર્ી રાજ્યનાં ચૂંટણી જંગમાં ઝુકાવી રાજ્યનાં મતદારોને ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ પુરો પાડવા પ્રયાસ કરશે તેમ શંકરસિંહ વાઘેલાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા અઢી દશકાથી મતદારોને કોંગ્રેસના વિકલ્પે ભાજપ પસંદ કરેલ પરંતુ ના તો ભાજપ કે નહીં તો કોંગ્રેસે જનતાના વિશ્વાસને ટકાવવાના પગલાઓ ભર્યા હોવાથી હવે, ગુજરાતનાં મતદારો કોંગ્રેસ તો ઠીક ભાજપ પણ નહીં તેવી દિશામાં આગળ ધપવા મન બનાવી ચુકયા હોવાથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પે કેટલાક રાજકીયપક્ષો સ્થાન મેળવવા થનગની રહયા છે તેવા સમયે સતત સતાનાં રાજકારણમાં રહેલા ભુતપુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજાની વેદનાને વાચા આપવાનાં મુખ્ય પાંચ વચનો સાથે પ્રજા શકિત પાટર્ી (વધુ એક રાજકીય પક્ષ)ની રચના કરેલ છે.

આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓમાં પ્રજા શકિત પક્ષ સત્તા સ્થાને આવશે તો રાજ્યમાંથી દારૂબંધી દૂર કરી તેમાંથી આવનાર કરની રકમ જનવિકાસનાં કાર્યોમાં વાપરવા, આરોગ્યની સુવિધા સાથે સુરક્ષા, નિઃશુલ્ક શિક્ષણ, યુવાનોને રોજગારી તેમજ રાજ્યનાં નાગરીકોને વિજળી ત્થા પાણી નિઃશુલ્ક આપવાના વચન આપેલ છે. શંકરસિંહ વાઘેલાએ ટનાટન સરકારનાં કાર્યકાળમાં કેટલાક સારા નિર્ણયો લીધા પણ હતા પરંતુ પોલિટીકલ નુકશાન જવાના ડરથી સાથીપક્ષોએ અવરોધો સજર્તા કેટલીક યોજના પડતી મુકવી પડેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here