બાન્દ્રા ટર્મિનસ – લુધિયાણા પાર્સલ વિશેષ ટ્રેનની ૩૨ ટ્રીપ

0
17
Share
Share

પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસ-લુધિયાણા વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

વડોદરા,તા.૨૮

કોવિડ-૧૯ને મહામારીને ધ્યાનમાં રાખીને હાલની પરિસ્થિતિ દરમિયાન પશ્ચિમ રેલ્વેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા તબીબી સાધનો, દવાઓ, ખાદ્ય અનાજ વગેરે જેવી જરૂરી ચીજવસ્તુઓની પરિવહન કરવાની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી છે.  નોંધનીય છે કે પશ્ચિમ રેલ્વે હંમેશાં તેના ગ્રાહકોની જરૂરિયાતો માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની દૂધ વિશેષ ટ્રેનો દ્વારા દેશના વિવિધ ભાગોમાં સતત દૂધ અને દૂધની ચીજવસ્તુઓની સપ્લાયની ખાતરી આપી રહી છે.  આ જ ક્રમમાં, બાંદ્રા ટર્મિનસ – લુધિયાણા વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી  રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ યાદી મુજબ બાંદ્રા ટર્મિનસ – લુધિયાણા પાર્સલ વિશેષ ટ્રેનની ૩૨ સેવાઓની વિગતો આપવામાં આવી છે. ટ્રેન નંબર ૦૦૯૦૧ બાન્દ્રા ટર્મિનસ -લુધિયાણા પાર્સલ ટ્રેન ૩૦ જૂન અને ૨,૪, ૬, ૮,૧૦,૧૨,૧૪,૧૬,૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮ અને ૩૦ જુલાઈ ૨૦૨૦ના રોજ બાંદ્રા ટર્મિનસથી ૨૦.૦૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ૦૩ઃ૦૦ કલાકે લુધિયાણા પહોંચશે. તેવી જ રીતે, લુધિયાણા થી ટ્રેન નંબર ૦૦૯૦૨ ૨,૪,૬,૮,૧૦,૧૨,૧૪,૧૬,૧૮, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮ અને ૩૦ જુલાઈ, ૨૦૨૦ અને ૧ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ ૨૩.૩૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ૦૬.૩૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.  આ ટ્રેન વાપી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, ફાલના, બ્યાવર, અજમેર, જયપુર, દિલ્હી અને અંબાલા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here