બાટવા ખારા ડેમની બાજુમાંથી કચરો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માંગ

0
19
Share
Share

કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ લાડાણીની મુખ્યમંત્રી-આરોગ્યમંત્રીને રજૂઆત

માણાવદર તા. ૧૧

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ  રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે બાટવા નગરપાલિકા દ્વારા ધન કચરાનો નિકાલ હાલમાં જ જગ્યાએ સરકારે જગ્યા ફાળવી છે તે જગ્યાએ કરવામાં આવતો નથી.

આવા કચરો હાલ બાટવાના ખારા ડેમ ના પારાથી ૧૮૦ ફૂટ દૂર કરવામાં આવે છે. કચરો અહીં એકત્ર કરતો હોવાથી  પશુ-પક્ષી તેમજ વન્ય જીવો ત્યાં આવન-જાવન કરે તે સ્વાભાવિક છે. આજે આખું વિશ્વ  કોરોના મારી સામે લડી રહ્યું છે ત્યારે હાલમાં જ બર્ડ ફ્લુનો કેર ભારતભરમાં કાળો કહેર મચાવ્યો છે.

આવા કચરાનો ઢગલો ડેમ નજીક હોવાથી અનેક દેશ વિદેશમાંથી આવતા અવનવા પક્ષીઓ પણ આ કચરાના ઢગલા સુધી લંબાય તેવું બની શકે. ડેમની  બાજુમાંથી ધન કચરો તાત્કાલિક ઉઠાવીને અન્ય જગ્યાએ નાખવો જરુરી છે. જો આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો પેદા  થઈ શકે છે. અરવિંદભાઈ લાડાણી આવી રજૂઆત બાટવા નગરપાલિકા,  જૂનાગઢના આરોગ્ય તંત્રને,  જૂનાગઢના કલેકટરને તેમજ રાજ્યના આરોગ્ય મંત્રીને પણ કરી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here