બાગી નેતાને કોંગ્રેસ ટીકીટ આપવાની વિચારણા કરતા જ ઉઠ્યા નારાજગીના સુર

0
19
Share
Share

કચ્છ,તા.૮

વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કલેહ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અબડાસા વિધાનસભાની ટીકીટને લઈ કચ્છ જિલ્લા કોંગ્રેસમાં આંતરીક કલેહનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે બાગી નેતાને કોંગ્રેસ ટીકીટ આપવાની વિચારણા કરતા જ નારાજગીના સુર ઉઠ્યા છે. જે મામલે સંભવિત ઉમેદવાર વિશનજી પાંચાણીએ જણાવ્યું કે કોંગ્રેસએ વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકરને ટીકીટ આપવી જોઈએ.

કોંગ્રેસ મને ટીકીટ આપે કે અન્ય કોઈને સંનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરીશું. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ની વિધાસભાની પેટાચુંટણીમા ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરનાર નેતાને કોંગ્રેસ ટીકીટ આપવા જઈ રહી છે. જ્યારે બીજી તરફ શાંતિલાલ સંઘાણીનું પેનલમાં નામ આવતા સ્થાનિક કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે શાતીલાલ સંઘણીના નામ સામે શક્તિસિંહ ગોહિલના સમર્થકોએ વાંધો ઉઠાવ્યો હતો.

સમર્થકોએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે શક્તિસિંહ ગોહિલ અબડાસાથી લડ્યા ત્યારે શાંતીલાલે વિરોધમાં કામ કર્યું હતુંપજેથી સમર્થકોએ આ વાતની રજૂઆત છેક દિલ્હી સુધી કરી છે..જેને લીધેઅબડાસાની પેનલમાં ફેરફાર થાય તેવી પૂરેપુરી શક્યતા સેવાઈ રહી છે. નોધનીય બાબત છે કે શાંતિલાલ સંઘાણી ભાજપના છબીલ પટેલના સંબંધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here