બાઈડેનના શપથગ્રહણઃઈનોગરેશન ડે પર ૧ હજારથી ૧૨૦૦ લોકો જ સેરેમનીમાં સામેલ થશે

0
21
Share
Share

હેલ્થ પ્રોટોકોલ ફોલો કરાવવાની જવાબદારી ચીફ મેડિકલ એડવાઈઝર ડોક્ટર ડેવિડ કેસલર સંભાળશે

વોશિંગ્ટન,તા.૧૭

પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. અમેરિકામાં શપથગ્રહણ સમારોહ વાળા દિવસને ઈનોગરેશન ડે કહેવાય છે. ઈનોગરેશન ડે પર સામાન્ય રીતે લાખો લોકો ભેગા થાય છે. કોરોના વાઈરસના કારણે આ વખત આ સમારોહ પહેલાની જેમ ભવ્ય નહીં હોય, ના પહેલાની જેમ ભીડ ભેગી થશે. બાઈડનની ટીમના જણાવ્યા પ્રમાણે, આ વખત ૧ હજારથી ૧૨૦૦ લોકો જ સેરેમનીમાં સામેલ થશે. એક રિપોર્ટ પ્રમાણે, પહેલા અમેરિકન સંસદના બન્ને ગૃહો સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ)ના સાંસદોને ગણતા કુલ ૨ લાખ ટિકિટ અથવા પાસ અપાતા હતા. જે તેમના સંસદીય વિસ્તારમાં લોકોને વહેંચી દેતા હતા. આ વખતે દરેક સાંસદને માત્ર ૨ ટિકિટ જ મળશે. એટલે કે દર સાંસદ સાથે માત્ર એક મહેમાન આવી શકે છે. તમામ મહેમાનો માટે સખત હેલ્થ પ્રોટોકોલ હશે.

હેલ્થ પ્રોટોકોલ ફોલો કરાવવાની જવાબદારી ચીફ મેડિકલ એડવાઈઝર ડોક્ટર ડેવિડ કેસલર સંભાળશે. શપથ પછી બાઈડન અને હેરિસ‘પાસ ઇન રીવ્યુ’માં ભાગ લેશે. આ એક વિધી હોય છે. સરળ ભાષામાં કહીએ તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ નાની સૈન્ય પરેડનું સત્તાવાર નિરીક્ષણ કરે છે. જેના દ્વારા તે સંદેશ આપવાનો પ્રયાસ કરાય છે કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થઈ ગયું છે. ૬ જાન્યુઆરીએ સંસદની અંદર અને બહાર હિંસા પછી અમેરિકન રાજધાની અને રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. ૬ હજાર નેશનલ મિલેટ્રી ગાડ્‌ર્સ સાથે જ કુલ ૧૫ હજાર પોલીસકર્મી રાજધાની પર બાજ નજર રાખશે.

સીક્રેટ સર્વિસ અને ફેડરલ એજન્સીઝ ઉપરાંત એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક સર્વેલાન્સ એલર્ટ મોડ પર છે. આ વ્યવસ્થાઓ ૩૦ દિવસ સુધી ચાલું રહેશે. વોશિગ્ટન ડીસી બહારના વિસ્તારમાં સ્પેશિયલ ફેન્સિંગ કરાઈ છે. જેની પર ચઢવું અશક્ય હશે. બાઈડને ડિસેમ્બરમાં કહ્યું હતું કે, આ વખત ઈનોગરેશન ડે કંઈક અલગ હશે. પરેડ સહિતની મોટાભાગની ઈવેન્ટ્‌સ વર્ચુઅલ હશે. રાજ્યોની રાજધાનીમાં અલગ અલગ સાંસ્કૃતિ પ્રોગ્રામ યોજાશે. જેમાં લોકલ બેન્ડ્‌સ પરફોર્મ કરશે. કોવિડ-૧૯ સામે જંગ લડનાર ફ્રન્ટલાઈન વર્કર્સને પણ યાદ કરાશે. ડેમોક્રેટ સાંસદ જેમ્સ ક્લીબર્ગે સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું-૭૫%થી ૮૦% ઈવેન્ટ્‌સ વર્ચુઅલ હશે. ‘બ્લૂમબર્ગ’ના રિપોર્ટ પ્રમાણે, શપથ પછી અમેરિકન સાંસદ રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ માટે લંચ હોસ્ટ કરે છે. આ વખતે આ સમારોહ નહીં યોજાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here