બહુચરાજી એમપીએમસીની ચૂંટણીમાં ૫ બેઠકોનું પરિણામ જાહેર

0
26
Share
Share

મહેસાણા,તા.૨૩

બહુચરાજી એપીએમસીની ચૂંટણીમાં ૫ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે જેમાં એપીએમસીની ૫ બેઠકો પર વિઠ્ઠલભાઈ પટેલના જૂથના ઉમેદવારની જીત થઈ છે. વેપારી વિભાગની ૪ બેઠકો અને સહકારી ખરીદી – વેચાણ સંઘની બેઠકનું પરિણામ જાહેર થયું છે. જેમાં વેપારી વિભાગની ચાર બેઠકમાં વિઠ્ઠલભાઈ પટેલ જૂથના ૩ ઉમેદવારોને ૧૯ અને એકને ૧૮ મત મળ્યા છે. જ્યારે રજનીભાઈ પટેલના જૂથને ત્રણને  ૯ અને એકને ૧૦  વોટ મળ્યા છે.

તો સહકારી ખરીદ-વેચાણ સંઘની બેઠક માટે વિઠ્ઠલભાઈ પટેલ જૂથને ૮ અને રજનીભાઈ પટેલ જૂથને ૨ મત મળ્યા છે. ખેડૂત બેઠકોનું પરિણામ હાઇકોર્ટના ચુકાદા બાદ જાહેર થશે. ૩ ઓક્ટોબરના રોજ ફાઇનલ રિઝલ્ટ જાહેર થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here