બહરીનના વડાપ્રધાન ખલીફા બિન સલમાન અલ ખલીફાનું ૮૪ વર્ષની વયે નિધન

0
32
Share
Share

મનામા,તા.૧૧

બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાનું ૮૪ વર્ષની વયે નિધન થયુ છે. તેમની સારવાર અમેરિકાના મેયો ક્લોનિક હોસ્પિટલમાં ચાલી રહી હતી. હાલમાં બહરીનના પીએમ ઇઝરાયલની સાથે શાંતિ સમજુતી કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમના નિધન પર બહરીનના શાહી ઉચ્ચાધિકારીઓ શોક વ્યક્ત કર્યો છે.

બહરીનના શાસક શેખ હમદ બિન ઈસા અલ ખલીફાએ પીએમ ખલીફાના નિધન પર એક સપ્તાહ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન બહરીનમાં રાષ્ટ્રીય ધ્વજ અડધા ઝુકેલા રહેશે. કોરોના વાયરસને કારણે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન સીમિત સંખ્યામાં લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે.

ખલીફા બિન સલમાન અલ ખલીફા વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર પ્રધાનમંત્રીઓમાંથી એક હતા. તેમણે વર્ષ ૧૯૭૦થી દેશના પ્રધાનમંત્રીની ખુરશી સંભાળી હતી. ૨૦૧૧મા અરબ ક્રાંતિ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમને હટાવવા માટે ખુબ પ્રદર્શન થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here