બળાત્કારીઓને જાહેરમાં ફાંસી કે પછી તેમને નપુંસક બનાવી દેવા જોઇએઃ ઇમરાન ખાન

0
25
Share
Share

ઇસ્લામાબાદ,તા.૧૫

પાકિસ્તાનમાં વિદેશી મહિલાની સાથે કારમાં ખેંચીને દુષ્કર્મ કર્યાની ઘટનાને લઇ દેશ જ નહીં દુનિયાભરમાં આલોચના બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન હરકતમાં આવ્યા છે. તેમણે દેશમાં બળાત્કારીઓ અને યૌન દુર્વ્યવહાર કરનારની વિરૂદ્ધ જોરદાર કાર્યવાહીનું આહ્વાન કર્યું છે. ઇમરાન ખાને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી કે પછી તેમને રાસાયણિક નસબંધી કરી દેવાની ભલામણ કરી દીધી છે.

ઇમરાન ખાને યૌન દુર્વ્યવહાર કરનારાઓનું એક નેશનલ રજીસ્ટર બનાવાનું આહ્વાન કર્યું. પાકિસ્તની પીએમે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે તેમને લાગે છે કે બળાત્કારીઓને તાત્કાલિક રાસાયણિક નસબંધી કરાવાની જરૂર છે. જો આમ ના થાય તો કમ સે કમ બળાત્કારીઓને જબરદસ્તી સર્જી કરાવી દેવી જેથી કરીને ભવિષ્યમાં ફરીથી યૌન ગુનાઓ ના કરે.

ઇમરાને કહ્યું કે બળાત્કાર અને યૌન ગુનાઓને લઇ એક ગ્રેડિંગ સિસ્ટમ બનાવામાં આવે. તેમાં સૌથી ધૃણિત ગુનો કરનાર ગુનેગારને એવો બનાવી દેવામાં આવે કે જેથી કરીને તે ફરી ભૂલ ના કરી શકે. તેમણે કહ્યું કે યૌન ગુનો કરનારાઓને એવી સજા આપો કે બીજા માટે શીખ બની જાય. તેમણે બળાત્કારીઓને સરેઆમ ફાંસી આપવાનું આહ્વાન કર્યું. ઇમરાન ખાને કહ્યું કે પ્રશાસન માટે એ શકય નથી કે તે ઠીક-ઠીક ભાળ મેળવી શકે કે દેશમાં કેટલાં બળાત્કાર થાય છે.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં બાળકોની સામે વિદેશી મહિલાની સાથે સામૂહિક બળાત્કારની ઘટના બાદ જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ પીડિત મહિલાને જ તેના માટે જવાબદાર ગણાવી છે. ત્યારબાદથી લોકોનો ગુસ્સો વધુ ભડકયો. કહેવાય છે કે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૧૫ આરોપીઓની ધરપકડ કરી છે. લાહોર સહિત પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ ઘટનાની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેટલીય જગ્યાએ મહિલાઓએ આઝાદી-આઝાદીના નારા પણ લગાવ્યા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here