બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલઃ સાત યુવક-યુવતી ઝડપાયા

0
20
Share
Share

અમદાવાદ,તા.૧૩

અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા એક હોટલ ખાતે બર્થ ડે મનાવી રહેલા બર્થ ડે બોય સહિત સાત યુવક-યુવતીને ઝડપી પાડ્યાં છે. પોલીસે થલતેજ ચાર રસ્તા પાસે આવેલી બિનોરી હોટલના એક રૂમમાંથી તમામને પકડી પાડ્યા હતા. પોલીસે હોટલના રૂમ ખાતેથી ચાર યુવક અને ત્રણ યુવતીને પકડી પાડ્યા હતા અને તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જે બાદમાં ચારેય યુવકોએ પોલીસ સ્ટેશનમાં જ આખી રાત વિતાવવી પડી હતી. એવી પણ માહિતી મળી છે કે યુવકો સાથે રહેલી ત્રણેય યુવતીઓએ દારૂ પીધો ન હોવાથી પોલીસે ત્રણેયને જવા દીધી હતી. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે પોલીસે જ્યારે એક યુવતીના પિતાને ફોન કર્યો હતો કે તેમની દીકરી પાર્ટી કરતી ઝડપાઈ છે ત્યારે સામેથી એવો જવાબ મળ્યો હતો કે, તેમની દીકરી તેના બોયફ્રેન્ડ સાથે હોટલમાં ગઈ હોવાની તેમને જાણ છે!

આ અંગે મળતી માહિતી પ્રમાણે સોલા પોલીસને એવી બાતમી મળી હતી કે થલતેજ ખાતે આવેલી બિનોરી હોટલના એક રૂમમાં ચાર છોકરા અને ત્રણ છોકરી બર્થ ડે અને દારૂની પાર્ટી માટે એકઠા થયા છે. જે બાદમાં પોલીસે તાત્કાલિક હોટલ પર દરોડો કર્યો હતો. પોલીસને હોટલના રૂમમાંથી ચાર છોકરા અને ત્રણ છોકરી મળી આવી હતી. પોલીસે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતા ચાર છોકરા પીધેલા હોવાનું લાગ્યું હતું. જ્યારે ત્રણ છોકરીઓએ દારૂ પીધો ન હતો. જે બાદમાં ચારેય યુવકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

પાર્ટી કરતા પકડાયેલા યુવકોમાં સાહિલ વોરા (ઓર્ચિડ વુડ્‌સ, મકરબા રોડ), ફેનિલ પટેલ (વીણાકુંજ સોસાયટી, વેજલપુર), કલરવ મિસ્ત્રી (લક્ષ્મી કૃપા સોસાયટી, આનંદનગર) અને જયનીલ ચૌહાણ (ગીતાંજલિ સોસાયટી, મકરબા રોડ, વેજલપુર)નો સમાવેશ થાય છે. જેમાંથી સાહિલનો જન્મ દિવસ હોવાથી તમામ લોકો હોટલમાં પાર્ટી કરવા માટે ભેગા થયા હતા. મેડિકલ તપાસ બાદ ફક્ત ચાર છોકરાઓએ દારૂ પીધાનું ખુલ્યું હોવાથી ત્રણ છોકરીઓને જવા દેવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here