બરોડા ડેરી ડિરેક્ટર ચૂંટણીઃ ભાજપે ૧૩ બેઠકોમાંથી આઠ પર વિજય મેળવ્યો

0
23
Share
Share

વડોડદરા,તા.૨૯

બરોડા ડેરીના ડિરેક્ટરની ૭ બેઠક માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ૬ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો જીત્યા છે. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. બરોડા ડેરીમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત પેનલે સત્તા હાંસલ કરી છે.

બરોડા ડેરીની ડિરેક્ટરની ૧૩ બેઠકો છે, જેમાં ચૂંટણી પહેલા ૬ બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે ૭ બેઠક પાદરા, વડોદરા, શિનોર, સાવલી, ડેસર, ડભોઇ અને સંખેડા બેઠક પર ચૂંટણી થઈ. ૯૯.૪૯ ટકા જેટલુ ચૂંટણીમાં મતદાન થયું. જેની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજય થવા લાગ્યા. જેમાં પાદરા ઝોનમાં દિનેશ પટેલ, વડોદરા ઝોનમાં શૈલેષ પટેલ, શિનોર ઝોનમાં જ્યોતિન્દ્ર સિંહ પરમાર, સાવલી ઝોનમાં રામસિંહ વાઘેલા, ડેસર ઝોનમાં કુલદીપસિંહ રાઉલજી, ડભોઇ ઝોનમાં અપક્ષ ઉમેદવાર દીક્ષિત પટેલ, સંખેડા ઝોનમાં રમેશ બારીયાનો વિજય થયો છે. અગાઉ ભાજપ પ્રેરિત પેનલના ૨ ઉમેદવારો અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ૪ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આમ બરોડા ડેરીમાં ૧૩ બેઠકમાં ૮ બેઠક ભાજપ, ૪ બેઠક કોંગ્રેસ અને ૧ બેઠક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. વર્તમાન બોર્ડના ૧૧ ઉમેદવારો ફરીથી ચૂંટણી જીતીને આવ્યા છે, જ્યારે ૨ ઉમેદવારો નવા છે. મહત્વની વાત છે કે ચૂંટણી જીત્યા બાદ સાવલી ઝોનના વિજેતા ઉમેદવાર રામસિંહ વાઘેલા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીને ગળે ભેટીને રડવા લાગ્યા હતા. ભાવુક થયેલા જોઈને જીબી સોલંકીએ તેમને શાંત પાડ્યા હતા. બરોડા ડેરીની ચૂંટણીમાં અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ સતત ખડેપગે રહ્યા હતા. કોઈપણ પ્રકારના વિવાદ વિના બરોડા ડેરીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈને પૂર્ણ થઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here