બરોડા,તા.૨૮
વડોદરાની બરોડા ડેરીની ચૂંટણીના મતદાન દરમ્યાન ભારે પવનના કારણે બેરીકેટ પડ્યુ.. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. મતદારોની કતાર પાસે સફેદ રંગના બેરીકેટ ઉભા કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ડેરીનો સ્ટાફ અને પોલીસ દોડી આવી હતી. બરોડા ડેરીની ચૂંટણી માટે આજે મતદાનનું આયોજન કરવામાં આવ્યુ છે. બરોડા ડેરીના એસેમ્બલી હોલમાં બેલેટ પેપરથી મતદાન યોજાઈ રહ્યુ છે.
ચૂંટણીમાં બે પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ અને નરેન્દ્ર પટેલ વચ્ચે જંગ છે. મતદાન માટે કોવિડની ગાઈડલાઈન મુજબ તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીના વડપણ હેઠળ મતદાનની તૈયારીઓ કરવામાં આવી.. ૧૩ બેઠકોમાંથી ૬ બેઠકો બિનહરીફ જાહેર થતાં ૭ બેઠકો માટે આજે મતદાન છે. સોશિયલ ડિસ્ટન્ટ સાથે મતદાન થાય તે માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. હેન્ડ સેનેટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે ૩ વાગ્યે મતદાન પૂર્ણ થશે. અને આવતીકાલે મતગણતરી કરવામાં આવશે.