બરવાળાઃ ફરજમાં બેદરકારી બદલ બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરતાં એસપી

0
19
Share
Share

રાણપુર, તા.૧૫

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ મથક ફરજ બજાવતા એએેસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલને ફરજ પ્રત્યેની બેદરકારી બદલ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સસ્પેન્ડ કરવાના બનાવને લઈ લોકોમાં  ઉગ્ર રોષ પણ પ્રસરી જવા પામ્યો હતો. આગામી દિવસોમાં બરવાળા તાલુકાનાં લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવે તેવી શક્યતાઓ  છે.

આ બનાવ અંગે મળતી માહિતિ અનુસાર બરવાળા પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ અન્ય ગુન્હાના કામે પોલિસ દ્વારા તા.૧૨/૦૯ નાં રોજ ૧૭ જેટલા આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ ૧૭ જેટલા આરોપીઓને એક સાથે લોકઅપમાં રાખી શકાય તેમ ન હોય જેથી આરોપીઓને અલગ- અલગ રુમમાં બેસાડવામાં આવ્યા હતા જે આરોપીઓને અલગ-અલગ રુમમાં બેસાડ્યા હોવા અંગેનો અજાણ્યા ઇસમ દ્વારા વીડીઓ વાયરલ કરવામાં આવતા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ફરજ પ્રત્યેની બેદરકારી બદલ બે પોલીસ કર્મચારીઓ જેમાં એ.એસ.આઈ. યાસ્મીન જગરેલા તેમજ હેડ કોન્સ્ટેબલ મુકેશ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.  આ બનાવને પગલે બરવાળાનાં લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે.

હાલની કોરોના વાયરસની વૈશ્વિક કોરોના વાયરસની મહામારીનાં કારણે એકસાથે ૧૭ જેટલા આરોપીઓને રાખી શકાય નહિ તેવી ગાઈડલાઈન હોવાથી પોલીસ દ્વારા આરોપીઓને અલગ-અલગ રુમમાં રાખવામાં આવ્યા હતા જેનો વીડીઓ વાયરલ થતા પોલીસ અધિક્ષક  દ્વારા તા.૧૪-૦૯- બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here