બનાસકાંઠામાં યુવકે પ્રેમિકાનો અંગત વીડિયો વાયરલ કરતા પરિવારે નગ્ન કરી ફટકાર્યો

0
23
Share
Share

બનાસકાંઠા,તા.૨૭
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના એક ગામે એક યુવકને નગ્ન કરી માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. આ પ્રેમી યુવકે થોડા દિવસ અગાઉ પોતાની પ્રેમિકાનો નગ્ન વીડિયો તેની પાસેથી મંગાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વિડિયો મામલે તેના પરિવારજનોએ યુવકને બંધ મકાનમાં પુરી તેને નગ્ન કરી વિડિયો ભાઈ બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. આ બંને વીડિયો જાહેરમાં દર્શાવી શકાય તેવા નહોવાથી તેને અહેવાલ સાથે ટાંકવામાં આવ્યા નથી. વાવ તાલુકાના એક ગામના એક યુવતીનો નગ્ન વીડિયો થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં નગ્ન અવસ્થામાં વાયરલ થયો હતો.
યુવતીનો વિડીયો તેના પરિવારજનો સુધી પહોંચતાં પરિવારજનોમાં આક્રોશ હતો. જે આક્રોશના પગલે યુવકને પકડી મકાનમાં બંધ કર્યો હતો. જે બાદ યુવતીના પરિવારજનોએ આ યુવકને નગ્ન કરી તેના ગુપ્તાંગ પર તેમજ અન્ય જગ્યાએ માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. યુવક સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વર્તન કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ બન્યો છે. જો કે આ મામલે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા મામલો ચર્ચાસ્પદ થયો છે.
પરિવારે આ મામલે યુવક સાથે ક્રૂર બદલો લીધો છે. વીડિયો મુજબ ન યુવકને ફક્ત માર મારવામાં આવ્યો છે પરંતુ તેને જબરદસ્તી મૂત્ર પાન કરાવવામાં આવ્યું છે. જે યુવાનો પ્રેમ જેવા પવિત્ર સંબંધમાં મર્યાદા ચુકી અને વિકૃતિ તરફ દોટ મૂકે છે તેના માટે આ સબક સમાન કિસ્સો છે. યુવકને વીડિયો વાયરલ કરતા યુવતીની જિંદગી તો બર્બાદ થઈ છે જે સાથે યુવતીના પરિવારે યુવકને પાઠ ભણાવવા જે રસ્તો અપનાવ્યો છે તે પણ કાયદાકીય રીતે યોગ્ય નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here