બનાસકાંઠામાં મોર્નિંગ વોકમાં જતાં યુવકોને લાગી ટક્કર, ૧૦૦ મીટર ઢસડાતા એકનું મોત

0
18
closeup of the feet of a dead body covered with a sheet, with a blank tag tied on the big toe of his left foot, in monochrome, with a vignette added
Share
Share

બનાસકાંઠા,તા.૨૧
પાલનપુરમાં હાઇવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં મોર્નિંગ વોક પર નીકળેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થતાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. પાલનપુરમાં આજે વહેલી સવારે ગઠામણના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ગઠામણ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને તેનો મિત્ર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક બંને યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
વાહન ચાલક એટલો બેફામ હતો કે યુવકને ૧૦૦ મીટર સુધી ઘસડ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં વાહન નીચે રોડ પર ઘસડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુરની સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
બનાવને પગલે પાલનપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હિટ એન્ડ રન કયા વાહને કર્યો તે પણ હજી જાણવા મળ્યું નથી. પોલીસ આસપાસનાં સીસીટીવી ફૂટેજ તપાસીને આ વાહન ચાલકની તપાસ હાથ ધરી છે. બીજી તરફ એકાએક યુવાનનું મૃત્યુ નીપજતા મૃતકનાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here