બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થતા ૪નાં મોત

0
26
Share
Share

ગમખ્વાર અકસ્માત વખતે ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું

બનાસકાંઠા,તા.૨૮

વહેતી પહોંચી જવાની ખોટી ઉતાવળ, બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કે પછી ખરાબ રસ્તાઓ કે અન્ય કારણને લીધે દેશમાં દરરોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બનીને અમૂલ્ય જીવન ગુમાવી દે છે. ગુજરાતમાં પણ દરરોજ અકસ્માતના અનેક બનાવો બને છે. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. અકસ્માત વખતે ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.  મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ભાભરના ખારા ગામના પાટીયા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માતમાં એક સાથે ચાર લોકોનાં મોત થયા છે. અહીં રસ્તાના વળાંકમાં એક સ્વીફ્ટકાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. વળાંકમાં જ બાઇક અને સ્વીફ્ટકાર સામ સામે ટકરાયા હતા. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બે લોકો અને કાર ચાલક સહિત ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા  હતા. અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાભર અને દિયોદર હૉસ્પિટલમાં ખસેડાયા છે. એવી પણ માહિતી મળી છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. આ અકસ્માતમાં કુલ  આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ ઘાયલોને ૧૦૮ની મદદથી સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકનું આગળનું વ્હીલ તૂટીને અલગ થઈ ગયું હતું. વળાંકમાં બાઇક સાથે ટક્કર બાદ કાર રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ સાથેની ટક્કર બાદ કારના બોનેટનો ભૂક્કો બોલી ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here