બનાસકાંઠામાં બાઇકચાલક યુવકના શરીર પર ટ્રકનું ટાયર ફરી વળતા મોત

0
24
Share
Share

બનાસકાંઠા,તા.૧૬

બનાસકાંઠા જિલ્લાનાં થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા પાસે અકસ્માતોની વણજાર થઇ રહી છે. ગત કેટલાક સમયથી આ ત્રણ રસ્તા પર અકસ્માતો થઇ રહ્યા છે. આજે પણ અહિં અકસ્માતની એક ઘટના બની છે જેમા એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે એક યુવાન મોત સામે ઝઝૂમી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાનાં થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે જેમા ૧ યુવાનનું મોત થયુ છે અને એક યુવાન સિરિયસ કંડિશનમાં હોસ્પિટલમાં દાખલ છે. જે મોત સામે ઝઝૂમી રહ્યો છે.

આ અકસ્માતના પગલે ત્રણ રસ્તા પર ટ્રાફીક જામ થઇ ગયો હતો અને સ્થાનિકોએ તરત જ ૧૦૮ની ટીમને ફોન કરી દીધો હતો. જોકે અકસ્માતમાં એક બાઇકચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર પાછળ બેસેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને ૧૦૮ની ટીમ તાત્કાલિક હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ હાલમાં ડોક્ટરો અનુસાર ઇજાગ્રસ્ત યુવાનની સ્થિતિ ખુબ જ ગંભીર છે.

સ્થાનિક લોકો પાસેથી મળતી જાણકારી અનુસાર આ અકસ્માતમાં બેફામ દોડતા ટ્રકે બાઇકચાલકને કચડી નાંખ્યો હતો અને ટ્રકના ટાયર નીચે બાઇક આવી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઇકચાલક યુવાન પર ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. આ ઘટનાને જોનારા પ્રત્યક્ષદર્શીઓ પણ ડરી ગયા હતા. થરાદ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. થરાદમાં ભર બજારમાં અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here