બનાસકાંઠાના ભાભરમાં ભાજપના ૨૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

0
25
Share
Share

સુરત,તા.૨
ચૂંટણી આવતા જ રાજ્યો માં પક્ષ પલટાની મોસમ પુર બહારમાં ખીલેલી જોવા મળે છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ સ્થાનિક લેવલે નેતા અને કાર્યકરોની નારાજગી સામે આવી રહી છે. અને પાર્ટીનો સાથ છોડીને અન્ય પાર્ટીમાં જતા જોવા મળે છે. ત્યારે મોટા ભાગે કોંગ્રેસમાં થી ભાજપમાં પક્ષાંતર જોવા મળતું હોય છે. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ સત્તાધારી ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના ભાભરમાં ભાજપના ૨૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આગામી ન.પા.ની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. જેની આગામી ચૂંટણીના પરિણામો ઉપર વિપરીત અસર પડીશકે છે. ભાભરના વોર્ડ નંબર ૩ માં ભાજપમા ભંગાણ પડ્યું છે. ૨૦૦ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. મેલડી માતાના સોગંદ વિધિ સાથે કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે.
નોધનીય છે કે, ભાભરના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જે સામાન્ય નાગરિકની નાની વાતોમાં વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. અને પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ ઉંચે લઇ જી રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય જનતામાં પણ વર્તાઈ રહી છે તો બીજી બાજુ નગર પાલિકામાં સત્તાધારી પાર્ટી ભાજપના જ કાર્યકર્તાઓના કામ નહિ થતા હોવાને કારણે સ્થાનિકો અને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એને લઈને ૭ વોર્ડમાં ૨૮ કોર્પોરેટર ભાજપના છે પરંતુ કામ નહિ થતા હોવાની ફરિયાદ ને પગલે હાલમાં ભાજપમાં મોટા પાયે ભંગાણ જોવા મળી રહ્યું છે. તે જોતા આગામી ચૂંટણી માં ભાજપને મોટું નુકશાન થવાની સંભાવના છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here