બનાસકાંઠાના બહુજન સંગઠન દ્વારા થરાદના આઈપીએસનું સ્વાગત કરાયું

0
37
Share
Share

બનાસકાંઠા,તા.૨૫

થરાદ ખાતે નવા આવેલા મહિલા આઈ.પી.એસ પૂજા યાદવનું બાબાસાહેબ આંબેડકરનો ફોટો અને ગુલદસ્તો આપીને બનાસ બહુજન સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.થોડા દિવસો અગાઉ જ બનાસકાંઠાની અંદર નવનિયુક્ત થયેલું સંગઠન એટલે બનાસ બહુજન સંગઠનની રચના કરવામાં આવી હતી.

જે સંગઠન દ્વારા અત્યારે અતિ પછાત ગણાતા સમાજના પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ આવે તેના માટે સક્રિય થયેલો છે. ખાસ એવા દલિત સમાજના નવ યુવાનો દ્વારા બનાસ બહુજન સંગઠનની રચના કરીને સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે.છેલ્લાં કેટલાક દિવસોથી થરાદ, વાવ ,ભાભર, સુઇગામ જેવા પથકોમાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર લગામ લાગશે, એવી આશા બનાસ બહુજન સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here