બદલાઇ રહેલા મનોરંજનના વિષય

0
16
Share
Share

હિન્દી ફિલ્મોને લઇને ચાહકોનો સ્વાદ બદલાઇ રહ્યો છે જેથી…
હવે લોકોને માત્ર રોમેન્ટિક અને એક્શન ફિલ્મો જ પસંદ પડી રહી નથી બલ્કે કેટલાક સંવેદનશીલ-સાહસી વિષયો પર હવે ફિલ્મો બની રહી છે
હિન્દી ફિલ્મોને લઇને ચાહકોનો સ્વાદ હવે બદલાઇ રહ્યો છે.હવે દેશના ચાહકોને માત્ર રોમેન્ટિક અને એક્શન ફિલ્મો જ પંસદ પડી રહી નથી. બલ્કે કેટલાક એવા વિષય પર ફિલ્મ બની રહી છે અને સફળ પણ થઇ રહી છે જે ફિલ્મોના વિષય પર પહેલા વિચારણા પણ કરવામાં આવતી ન હતી. કેટલાક વર્ષો પહેલા તો સાહસી વિષયો પર ફિલ્મો પણ બનતી ન હતી. હવે મનોરંજનના વિષય અને કલાકારો પણ બદલાઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં કેટલીક નવી બાબતો બોલિવુડમાં જોવા મળી હતી. ભારતીય મનોરંજન ઉદ્યોગમાં કેટલાક નવા સ્ટાર ઉભરીને સપાટી પર આવ્યા હતા. જે લોકોમાં ચર્ચામાં રહ્યા છે. કેટલાક મોટા સ્ટાર અસ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એક જુનો દોર પૂર્ણ થવાના આરે છે. અભિનેત્રીઓની વાત કરવામા ંઆવે તો આ વર્ષે સૌથી વધારે સફળતા કંગના રાણાવતને મળી હતી. કંગનાને ઉજવણી કરવાની સૌથી વધારે તક મળી હતી. કારણ કે કંગના રાણાવતે ફિલ્મ મણિકર્ણિકામાં માત્ર ભૂમિકા જ કરી ન હતી બલ્કે તેમાં નિર્દેશનની ભૂમિકા પણ અદા કરી હતી. અલબત્ત અન્ય મહિલા પણ નિર્દેશનના ક્ષેત્રમાં એન્ટ્રી કરી ચુકી છે. પરંતુ કંગના પ્રથમ એવી અભિનેત્રી તરીકે છે જેમાં તે રોલ પણ કરી ગઇ છે અને સાથે સાથે નિર્દેશન તરીકે પણ છે. એક બાબત ધ્યાન આપવા જેવી રહી છે કે હિન્દી ફિલ્મોને લઇને ચાહકોનો સ્વાદ બદલાઇ રહ્યો છે. હવે ચાહકોને માત્ર રોમેન્ટિક ફિલ્મ અને એક્શન ફિલ્મ જ પસંદ નથી. કેટલાક એવા વિષય પર ફિલ્મ બની રહી છે જે અંગે પહેલા વિચારણા પણ કરવામાં આવતી ન હતી. જેમ કે ૨૦૧૯માં માથામાં વાળ નહીં ધરાવતા લોકો પર બે ફિલ્મ બની હતી.જેમાં પ્રથમ ફિલ્મ ઉજડા ચમન હતી. જેનુ નિર્દેશન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યુ હતુ. બીજી ફિલ્મ બાલા હતી. જેમાં આયુષ્માન ખુરાનાની ભૂમિકા હતી. જેના નિર્દેશક તરીકે અમર કૌશિક હતા. જેમાં બાલા વધારે સફળ સાબિત થઇ હતી. આયુષ્માન ખુરાનાની આ વર્ષે ત્રણ ફિલ્મ આવી હતી. જેમાં અન્ય બે ફિલ્મો આર્ટિકલ ૧૫ અને ડ્રીમ ગર્લ ફિલ્મનો સમાવેશ થાય છે. ત્રણેય ફિલ્મો અલગ અંદાજ અને વિષય સાથે સંબંધિત હતી. ત્રણેયમાં આયુષ્માન પણ અલગ રોલમાં નજરે પડ્યો હતો. હાલમાં તેના અંગે એમ કહી શકાય નહીં કે તે સુપરસ્ટાર બની ગયો છે પરંતુ ેની ફિલ્મો ચાહકોને પસંદ પડી રહી છે. જો કે આયુષ્માને ચાહકોમાં ભારે આશા જગાવી છે. તે મોટા સ્ટાર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આયુષ્માનની સાથે સાથે વિકી કૌશલ, કાર્તિક આર્યન અને રાજકુમાર રાવનો સમાવેશ થાય છે. રાજકુમાર રાવ માટે પણ ૨૦૧૯નો સમય શાનદાર રહ્યો હતો. સામાન્ય રીતે જોવામાં આવે તો અક્ષય કુમાર અને રણવીર સિંહ તેમજ રણબીર પણ લોકપ્રિય રહ્યા છે. મિશન મંગળ અક્ષય કુમારની શાનદાર ફિલ્મ રહી છે. રણવીરની ગલ્લી બોય સુપરહિટ રહી હતી. આ વર્ષના અંતે તેની ગુડ ન્યુઝ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. હવે અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો આ વર્ષે એક ની અભિનેત્રી મહેશ માંજરેકરની પુત્રીએ તમામનુ ધ્યાન ખેંચ્યુ છે. જે દબંગ-૩માં રજૂ થઇ હતી. તેની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. અન્ય કેટલીક અભિનેત્રી પણ લોકપ્રિયતા મેળવી રહી છે જેમાં અનન્યા પાન્ડે, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપુર અને વિદ્યા બાલન, કૃતિ સનુન, સારા અલી ખાન તેમજ તાપસી લોકપ્રિય રહી છે. આ તમામ અભિનેત્રીઓએ તેમની સારી છાપ છોડી છે. કેટલીક અભિનેત્રીઓ વય વધી હોવા છતાં ગ્લેમર વર્લ્ડમાં તેની લોકપ્રિયતાને ટકાવી રાખવામાં સફળ રહી છે. જેમાં રાની મુખર્જી અને કરીના કપુરનો સમાવેશ થાય છે. રાની એકબાજુ મર્દાની-૩ ફિલ્મમાં દેખાઇ રહી છે. જ્યારે કરીના કપુર ગુડ્‌સ ન્યુજમાં નજરે પડી છ. બોલિવુડની ફિલ્મોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. મહિલા પ્રધાન ફિલ્મો પણ હવે બની રહી છે. મર્દાની-૩૨ અને તાપ્સી તેમજ ભૂમિની સાંડ કી આંખ ફિલ્મનો સમાવેશ થાય છે. આગામી વર્ષે પણ કેટલીક ફિલ્મો બનવા જઇ રહી છે. વર્ષ ૨૦૧૯માં જે વેબ સિરિઝ આવી તેમાં લીલા વધારે ચર્ચામાં રહી હતી. જેનુ નિદેશન દિપા મહેતા દ્વારા કરવામાં આવ્યુ હતુ. બીજી ચર્ચાસ્પદ ફિલ્મ બોર્ડ ઓફ બ્લડ રહી હતી. જેનુ નિર્દશન રિભુ દાસ દ્વારા કરાયુ હતુ. જેમાં ઇમરાન હાસ્મી જાસુસનીૂ ભૂમિકામાં હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here