બજેટ વાંચતા-વાંચતા નાણાંમંત્રીએ રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યા

0
28
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

કોરોના વાયરસની મહામારી વચ્ચે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દેશનું પહેલું પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. તેમણે બજેટના ભાષણની શરુઆત નોબેલ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર અને કવિ રવીન્દ્રનાથ ટેગોરની એક લાઈનથી કર્યો છે. સીતારમણે કોવિડ મહામારીથી ભારતની લડાઈનો ઉલ્લેખ કરીને કહ્યું, હું રવિન્દ્રનાથ ટેગોરની એક લાઈનનો ઉલ્લેખ કરવા માગું છું, જેમણે કહ્યું હતું કે, Faith is the bird that feels the light and sings when the dawn is still dark. એટલે કે (વિશ્વાસ એ પક્ષીનું નામ છે જે સવારના અંધારામાં પ્રકાશ અનુભવી લે છે અને ગાય છે.) સીતારમણે કહ્યું કે ઇતિહાસમાં આ પળ એક નવા યુગની સવાર છે, જેમાં ભારતને આશાની ભૂમિ બનાવવા તરફ અગ્રેસર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here