ન્યુ દિલ્હી,તા.૧
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ ૨૦૨૧ રજુ કરતી સમયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતનો ઉલ્લેખ કર્યો. તેમણે જીતની તુલના કરતા કહ્યું કે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા છે. ઉમ્મીદ છે કે અર્થવ્યવસ્થાના રિઝલ્ટ પણ આવા જ હોય.
તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની જીત એ જણાવે છે કે અમે કોઈ પણ પરિસ્થિતિથી બહાર નીકળવા અને જીતવામાં સક્ષમ છે. ક્રિકેટ ટીમની આ જીતે આપને પ્રેરણા આપી છે અને આપણા વિશ્વાસને મજબૂત કર્યા છે.
૫૦૦ અમૃત શહેરોમાં સેનિટાઇઝેશન પર કામ કરાશે,૨.૮૦ લાખનો ખર્ચ થશે
પોષણ અભિયાન-મિશન પોષણ ૨.૦: જલ જીવન મિશન યોજના લોન્ચ કરાશે
પોષણ પર ખાસ ધ્યાન મૂકવામાં આવશે. ૧૧૨ જિલ્લામાં પોષણ પર ખાસ મૂકવાની સરકારની યોજના છે. જલ જીવન મિશન યોજના લોન્ચ કરવામાં આવશે. તમામ શહેરી યુનિટોની સાથે આની પર કામ થશે. ૫૦૦ અમૃત શહેરોમાં સેનિટાઈઝેશન પર કામ કરાશે. તેને માટે રુ ૨.૮૦ લાખ કરોડનો ખર્ચ થશે. નાણાપ્રધાને કહ્યું કે સ્વચ્છ ભારતનો સંકલ્પ જારી છે. શહેરી સ્વચ્છ ભારત મિશન ૨.૦ પર ૧.૪૧ લાખ કરોડનો ખર્ચ થશે.
મોબાઇલ ઉપકરણ પર કસ્ટમ ડ્યૂટી ૨.૫ ટકા સુધી વધારાઇ
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે, મોબાઈલ ઉપકરણ પર કસ્ટમ ડ્યુટીને વધારવામાં આવ્યો છે, હવે આને ૨.૫ ટકા સુધી કરવામાં આવ્યો છે. જોકે, કોપર અને સ્ટીલમાં ડ્યુટીને ઘટાડવામાં આવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે, સોના-ચાંદી ઉપર પણ કસ્ટમ ડ્યુટીને ઘટાડવામાં આવી છે. એક ઓક્ટોબરથી દેશમાં નવી કસ્ટમ નીતિ લાગૂં થઈ રહી છે.