બજેટમાં કરમુક્તિની મર્યાદામાં વધારાની વકી, કોરોના સેસના સંકેત

0
27
Share
Share

સાત વર્ષથી કરમુક્તિની મર્યાદામાં વધારો કરાયો નથીઃ કોરોના મહામારી સામેના જંગમાં થયેલા મોટા ખર્ચને સરભર કરવા સરકાર સેસ લાદશે

નવી દિલ્હી, તા. ૩૦

આ સમયનું બજેટ સામાન્ય લોકો માટે ખૂબ જ ખાસ બની રહેશે. આ વખતે એક-બે નહીં, પરંતુ સરકાર તરફથી પૂરી ૫ મોટી ભેટ મળે તેવી શક્યતા છે. ચાલો જાણીએ કે આ વખતના બજેટ (બજેટ ૨૦૨૧-૨૨)માં સામાન્ય માણસ માટે કઈ ૫ મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે.

૧ ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવાનું છે. આ બજેટથી સૌથી વધુ અપેક્ષાઓ મધ્યમ વર્ગ અને ખાસ કરીને પગારદાર વ્યક્તિને છે. કોરોનાના સમયગાળામાં, ઘણા લોકોએ નોકરી ગુમાવી હતી અને ઘણા લોકોના પગારમાં પણ કાપ મૂકવામાં આવ્યો હતો. લોકો આ બજેટમાં સરકાર પાસેથી થોડી વધુ અપેક્ષા રાખી રહ્યા છે. આ વખતના બજેટ (બજેટ ૨૦૨૧-૨૨)માં સામાન્ય લોકો માટે આ ૫ મોટી જાહેરાતો કરી શકાય છે.

બજેટ ૨૦૨૧-૨૨થી સૌથી મોટી અપેક્ષા એ છે કે આ વખતે સરકાર કરમુક્તિ મર્યાદામાં વધારો કરી શકે છે. હાલ કરમુક્તિ મર્યાદા ૨.૫ લાખ રૂપિયા છે, જે વધારીને ૩ લાખ રૂપિયા કરી શકાય છે. આની અપેક્ષા એટલા માટે પણ દેખાય છે કારણ કે, છેલ્લા લગભગ ૭ વર્ષથી આ મર્યાદમાં કોઈ ફેરફાર થયો નથી. જુલાઈ ૨૦૧૪ના બજેટમાં તે સમયનાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ મર્યાદા ૨ લાખથી વધારીને ૨.૫ લાખ રૂપિયા કરી હતી.

હાલ આવકવેરા કાયદાની કલમ ૮૦સી હેઠળ આવકવેરામાં ૧.૫ લાખ રૂપિયા સુધી આવક પર ટેક્સની છૂટ મળી શકે છે. આ વખતે તેને વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવે તેવી સંભાવના છે. તેને બમણી એટલે કે ૩ લાખ રૂપિયા કરવી જોઈએ એવા સૂચનો પણ સરકારને મળ્યા છે. આમાં પણ છેલ્લા ૭ વર્ષથી કોઈ ફેરફાર પણ થયો નથી. જુલાઈ ૨૦૧૪માં તે સમયનાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેને ૧ લાખથી વધારીને ૧.૫ લાખ રૂપિયા કરી હતી.

૨૦૨૦-૨૧નું આખું વર્ષ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. આ દરમિયાન ઘણા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેમને દવા પાછળ ઘણો ખર્ચ કરવો પડી રહ્યો છે. ભવિષ્યના ખતરાને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ તેમના તબીબી વીમા કવરેજમાં પણ વધારો કર્યો હતો. કોરોનાના સમયગાળાને ધ્યાનમાં રાખીને એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે તબીબી વીમાને ધ્યાનમાં રાખીને આ વખતે સરકાર ૮૦ ડી હેઠળ મળતા ૨૫૦૦૦ રુપિયાના ડિડક્શનને વધારીને ૫૦ હજાર રૂપિયા કરી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવે તેવી સંભાવના છે.

આ બજેટમાં એનપીએસ એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ પર ૮૦સીસીડી (૧બી) હેઠળ મળવાપાત્ર કરમુક્તિ મર્યાદાને ૫૦ હજારથી વધારીને ૧ લાખ રૂપિયા કરવામાં આવે તેવી સંભાવના છે. જો તમે હાલની પરિસ્થિતિમાં એનપીએસમાં ૨ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો તમે ૮૦સીસીડી (૧બી)ના ૫૦,૦૦૦ અને ૮૦ઝ્રઝ્રડ્ઢ (૧)ના ૧.૫ લાખ ઉમેરીને ૨ લાખ રૂપિયા સુધીની કરમુક્તિ મેળવી શકો છો. જો કે, આ કિસ્સામાં તમે ૮૦સીસીડી (૧) હેઠળ કોઈ પણ રોકાણ (પીપીએફ, ટેક્સ સેવર એફડી, ઈએલએસએસ) પર કરમુક્તિ મેળવી શકતા નથી.

કોરોના સમયગાળામાં કામ કરવાની રીતમાં નોંધપાત્ર રીતે બદલાવ આવ્યો છે. ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. બજેટ ૨૦૨૧માં સામાન્ય માણસને આશા છે કે ઘરેથી કામ કરવા માટે પણ સરકાર થોડી કરમુક્તિ આપી શકે છે, કારણ કે કર્મચારીએ ઘરેથી કામ કરવા માટે ઇન્ટરનેટ, ચેર-ટેબલ અને ક્યારેક નાની ઓફિસનું સેટઅપ કરવું પડે છે. એવી અપેક્ષા છે કે સરકારે તેના માટે પ્રમાણભૂત ઘટાડાની જાહેરાત કરવી જોઈએ.

એવી પણ આશા છે કે મોદી સરકાર આ વખતના બજેટમાં ટર્મ ઇન્શ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે મોટું પગલું લઈ શકે છે. હકીકતમાં કોરોનાના સમયગાળામાં, ઘણા લોકો ટર્મ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજી ગયા છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો તેમાં પૈસા ખર્ચ કરવામાં ખચકાય છે. કોઈપણ વ્યક્તિનાં મૃત્યુ પછી તેના પરિવારની સંભાળ માટે ટર્મ ઇન્શ્યોરન્સ આવશ્યક છે.

કોરોનાના ચેપથી બચવા માટે ૧૩૦ કરોડ લોકો પર રસીકરણનો ખર્ચ ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી આવી શકે છે. નાણાં મંત્રીએ વધારાના સંસાધનો મારફત આ રકમ ઊભી કરવા માટે પગલાં લેવા પડશે. આ નાણાકીય વર્ષ દરમિયાન દેશની રાજકોષીય ખાધ જીડીપીના ૭ ટકાથી વધુ રહે તેવો અંદાજ છે. ગયા વર્ષના બજેટમાં તે ૩.૫ ટકા રહેવાનું અનુમાન હતું. તેથી શક્ય છે કે સેસના સ્વરુપે આ ખર્ચો ટેક્સ પેયર્સના ખભા પર જ લાદવામાં આવી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here