બજાર અંગે સાવધ અભિગમ રાખવાનો સમય

0
18
Share
Share

ભારત અને ચીન વચ્ચે સરહદ અંગેનો વિવાદ દાયકાઓ જૂનો છે. તે રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. તેનાથી લાંબા ગાળામાં દક્ષિણ એશિયામાં વ્યાપક ભૂ-રાજકીય અસર થવાની શક્યતા પણ છે. જોકે હું માનું છું કે આ મુદ્દાથી ફાઇનાન્શિયલ માર્કેટ્‌સને તાકીદે કોઈ અસર ન થાય તેવી શક્યતા છે.છેલ્લા એક દાયકામાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું મુખ્ય મથક પશ્ચિમના દેશોમાંથી એશિયામાં આવ્યું છે. તેનાથી ચીનને સૌથી વધુ લાભ થયો છે. એશિયાના વિસ્તારના ઉત્પાદકોને નીચા મજૂર ખર્ચ, પ્રદૂષણ અંગેના તુલનાત્મક રીતે હળવા નિયમો તથા સરકારની સબસિડી જેવા લાભ મળી રહ્યા છે.આ સેક્ટરમાં ચીનની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું વર્ચસ છે. કેમિકલના વૈશ્વિક વેચાણમાં ચીનના હિસ્સામાં થઈ રહેલો વધારો તેનો પુરાવો છે. ૨૦૧૦માં વિશ્વમાં કેમિકલના કુલ વેચાણમાં ચીનનો હિસ્સો ૨૪ટકા હતો, જે ૨૦૧૮ના વર્ષમાં વધીને ૩૭ ટકા થયો હતો.આ અસાધારણ વૃદ્ધિના સમયગાળામાં ચીનનું ફોકસ ઘરેલુ બજારની જંગી અને ઝડપથી વધતી જતી માગને પૂરી કરવા તરફ વધુ હતો. જોકે પર્યાવરણ અંગેની ચિંતાને કારણે યુરોપિયન યુનિયન અને ચીન જેવા દેશોમાં પ્લાન્ટ બંધ થતાં ભારતના ઉત્પાદકો માટે સ્પેશિયાલિટી કેમિકલમાં વધુ રોકાણ કરવાનો માર્ગ મોકળો થયો છે.તાજેતરમાં ચીનના સપ્લાયર્સે વિવિધ મહત્ત્વના પ્રારંભિક મેટેરિયલ્સ તથા કેટલાક ડ્રગ ઇન્ટરમેડિયેટ્‌સના ભાવમાં ૨૦ ટકાથી વધુનો વધારો કર્યો છે. આ બાબત ભારતના ગ્રાહકો માટે મોટી ચિંતા છે. ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે કેમિકલ અને એગ્રો કેમિકલ્સ સેગમેન્ટની કંપનીઓ અને ખાસ કરીને નબળું બેકવર્ડ ઇન્ટિગ્રેશન ધરાવતી કંપનીઓને સૌથી વધુ નેગેટિવ અસર થશે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અથવા એફપીઆઇએ છેલ્લા કેટલાક દિવસોમાં શેરોનું વેચાણ કર્યું છે, પરંતુ જૂન મહિનામાં અત્યાર સુધી તેમણે ૨૦,૦૦૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરનાં બજારોમાં કરેક્શન જોવા મળ્યું છે. અમેરિકાના બજારના મુખ્ય સૂચકાંકોમાં તાજેતરના ઊંચા સ્તરથી આશરે ૧૦ ટકા કરેક્શન આવ્યું છે. કેટલાક રોકાણકારો આને ધ્યાનમાં રાખીને થોડો નફો બૂક કરી શકે છે.મધ્યમ ગાળામાં બજારને આર્થિક સ્થિતિમાં સુધારા અંગેના પોઝિટિવ સંકેત, મોનેટરી એન્ડ ફિસ્કલ પગલાં તથા કોરોના વાઇરસની દવા શોધવામાં હેલ્થકેર સેક્ટરની પ્રગતિ જેવાં પરિબળો બજારને સપોર્ટ આપે તેવી શક્યતા છે.સ્મોલ-કેપ શેરોમાં જાન્યુઆરી ૨૦૧૮માં ટોચનો સ્તર જોવા મળ્યો હતો અને તેમાં કરેક્શન થઈ રહ્યું છે. આની સામે નિફ્ટીમાં ૨૦૨૦માં સર્વોચ્ચ ઊંચી સપાટી જોવા મળી હતી.

કોરોના વાઇરસને કારણે નિફ્ટીની સાથે ઘણા ક્વોલિટી સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં તીવ્ર કરેક્શન આવ્યું છે. આ શેરોમાં ભારે ધોવાણ થયું છે અને હાલમાં માર્ચના આકર્ષક વેલ્યુએશને ટ્રેડ થઈ રહ્યા છે.છેલ્લાં કેટલાંક સપ્તાહમાં આપણને બજારના સૂચકાંકોમાં સ્થિરતા જોવા મળી છે. આની સાથે કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઉછાળો આવ્યો છે. સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોની સમગ્ર કેટેગરી જોખમી છે તેવું સર્વસામાન્ય વિધાન કરી શકાય નહીં. કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દા ન હોય તથા અર્નિંગની સંભાવના હોય તેવા શેરોમાં વધુ તેજી પણ આવી શકે છે.રોકાણકારોએ સરેરાશ કરતાં વધુ વળતર માટે આ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ પસંદગીનો અભિગમ અપનાવો અને સાવચેત રહો. બજારના પ્રવાહમાં તણાઈ ન જશો. પ્રોફિટ બૂકિંગ કરતા રહો અને તમારા પોર્ટફોલિયોમાં કેશ લેવલમાં વધારો કરો. બજારમાં થોડાં સપ્તાહો બાદ કરેક્શન આવે ત્યારે રોકાણ કરી શકાય તે માટે આ કેશને અલગ રાખો.

ચાલુ સપ્તાહે એક મહત્ત્વની ઘટના આઇટી ક્ષેત્ર માટે એચ-વનબી વિઝા પરનો પ્રતિબંધ હતો. યુએસ પ્રમુખ ટ્રમ્પે ચાલુ કેલેન્ડર વર્ષ માટે નવા વિઝા ઇશ્યૂ કરવા પરના ઓર્ડર પર સહીસિક્કા કર્યા હતા. આમ ડિસેમ્બર અંત સુધી નવા એચ-વનબી વિઝા મળી શકશે નહીં.ભારતીય આઇટી પ્રોફેશનલ માટે આ યુએસ સરકારના આ આદેશ નેગેટિવ કારણ છે. યુએસ ખાતે આઇટી ક્ષેત્રે નોકરી ઇચ્છી રહેલા ભારતીય યુવાનો માટે આ એક ખેદની બાબત છે. જો આઇટી કંપનીઓના નજરિયાથી વાત કરીએ તો આ ઘટનાની બહુ મહત્ત્વની અસર નહીં પડે. કેમ કે ૨૦૧૭થી મોટા ભાગના આઇટી ખેલાડીઓ ટ્રમ્પ એડ્‌મિનિસ્ટ્રેશનના કડક વલણને કારણે એચ-વનબી વિઝાનું ફાઇલિંગ ઘટાડતા રહ્યા છે. દેશની અગ્રણી આઇટી કંપનીઓ ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેક્‌નોલોજિસે ૨૦૧૮-’૧૯ના નાણાકીય વર્ષ સુધીમાં તેમની એચ-વનબી વિઝા એપ્લિકેશનને ૫૦-૬૦ ટકા જેટવી ઘટાડી દીધી હતી અને તેમના મોડલને ઘણુંખરું જોખમરહિત બનાવ્યું હતું. સામે તેમણે સ્થાનિક સ્તરે હાયરિંગ વધાર્યું છે. હાલમાં આઇટી ક્ષેત્રે એચ-વનબીથી લોકલ હાયરિંગ રેશિયો ૪૦-૬૦ ટકાનો છે. અમને લાગી રહ્યું છે કે કંપનીઓ તેમની ઓફશોર હાજરીને વધારશે અને વિઝા નિયંત્રણોની ભારતીય આઇટી સર્વિસ ઉદ્યોગ પર નજીકના ભવિષ્યમાં કોઈ નોંધપાત્ર અસર નહીં પડે.શેરબજારની વાત કરીએ તો માર્ચ મહિનાના તળિયાથી સતત ખરીદી જોવા મળી છે. વચ્ચે-વચ્ચે ઊંચી વધ-ઘટ સાથે બજાર સતત સુધરતું રહ્યું છે અને તાજેતરમાં તેણે ચાર મહિનાની ટોચ દર્શાવી છે. મે મહિનાના બીજા પખવાડિયામાં એફઆઇઆઇની વેચવાલીને કારણે થોડું કરેક્શન જોવા મળ્યું હતું. જોકે મે એક્સ્પાયરીથી બજારમાં પુનઃ સુધારો શરૂ થયો હતો અને છેલ્લા સપ્તાહમાં માર્કેટે ૪ ટકાનો સુધારો નોંધાવ્યો છે.જો જાન્યુઆરી મહિનાની બજારની સર્વોચ્ચ ટોચથી જોઈએ તો નિફ્ટી ૧૪ ટકા જેટલો નીચે જોવા મળી રહ્યો છે. બજારમાં એક એવો મત પ્રવર્તી રહ્યો છે કે કેટલાક હેવીવેઇટમાં ઝડપી ઉછાળા પાછળ બેન્ચમાર્કને નોંધપાત્ર બળ મળ્યું હતું. જોકે મિડ અને સ્મોલ-કેપ સહિત બ્રોડ માર્કેટની વાત કરીએ તો આ અર્થઘટન સાચું નથી. કેમ કે માર્કેટમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન લાર્જ-કેપ્સની સાથે જ મિડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખૂબ ખરીદી જોવા મળી છે. બીજી અને ત્રીજી હરોળના અનેક શેર્સે ૪૦-૫૦ ટકા જેટલું તગડું રિટર્ન નોંધાવ્યું છે અને ઘણા કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ પર પહોંચ્યાં છે. જોકે આ ટ્રેન્ડને ટૂંકાથી મધ્યમ ગાળા માટે જાળવવો ખૂબ પડકારદાયી છે. બજારમાં તેજીનું મુખ્ય કારણ એફઆઇઆઇ તરફથી જળવાયેલો નાણાપ્રવાહ છે.માર્ચ મહિનામાં તીવ્ર વેચવાલી બાદ ઉત્તરોત્તર વિદેશી રોકાણકારો બજારમાં ખરીદી કરતા રહ્યા છે. ક્યારેક તેમણે વિરામ લીધો છે પરંતુ તેઓ નેગેટિવ નથી જોવા મળ્યા. અમારા માનવા મુજબ બજાર નજીકના સમયગાળામાં મિશ્ર વલણ સાથે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવશે. નિફ્ટી-૫૦ની રેંજ ૯,૫૦૦-૧૦,૫૦૦ની રહેશે. હાલમાં તે આ રેંજની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ટેક્‌નિકલી જોઈએ તો બજારની ટોચ ૧૦,૯૦૦ની બેસે છે. એટલે કે ત્યાં સુધી બજારમાં સુધારો સંભવ છે. જોકે ૨૦૦ દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ કરીને તે ઘટાડાતરફી બન્યો છે. નિફ્ટી માટે પ્રથમ સપોર્ટ ૧૦,૫૦૦નો છે અને ત્યાર બાદ ૯,૮૦૦નો સપોર્ટ છે. હાલના તબક્કે અમે પ્રોફિટ બૂકિંગ માટેનું સૂચન કરીએ છીએ. ખાસ કરીને જેઓ ટૂંકા ગાળા માટે ટ્રેડિંગ કરે છે. તેઓએ નફો બૂક કરવો જોઈએ.જ્યારે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે ફાર્મા, કેમિકલ, આઇટી અને એફએમસીજી પર ધ્યાન આપવું જોઈએ. આ ક્ષેત્રો લાંબા ગાળે સારો દેખાવ દર્શાવી શકે છે. કોવિડ-૧૯ અગાઉ અમે નિફ્ટી-૫૦ માટે એક વર્ષ ફોરવર્ડ ટાર્ગેટ ૧૨,૫૦૦નો રાખ્યો હતો. જે ઘટાડીને ૧૦,૫૦૦ કર્યો છે. કેમ કે અર્નિંગ્સમાં અને આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે તેવી શક્યતા છે.નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ માટેના બેઝમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ૨૦૨૦-’૨૧ની અર્નિંગ્સમાં ૧૦ ટકા ઘટાડાની આગાહી છે. જે અગાઉ ૨૦૨૦-’૨૧ અને ૨૦૨૧-’૨૨માં સરેરાશ ૧૫ ટક વૃદ્ધિનો અંદાજ હતો. હાલમાં એવું માનવામાં આવે છે કે ૨૦૨૧-’૨૨માં ગ્રોથ રિવાઇવલ જોવા મળશે અને નીચા બેઝને કારણે તે ૩૦ ટકા જેટલો ઊંચો હશે. અમે બીજા ક્વાર્ટરથી સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. હાલના વેલ્યુએશન પર અમે એક વર્ષની ફોરવર્ડ ઇપીએસને ધ્યાનમાં રાખતાં નિફ્ટીનો પીઇ ૧૭.૫નો જોઈ રહ્યા છીએ. જેને જોતાં બજારમાં હજુ ૨,૦૦૦ પોઇન્ટ્‌સ સુધીના ઘટાડાની શક્યતા ટાળી શકાય નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here