બજારમાં કોરોના દહેશત વચ્ચે ફરીથી જોરદાર ઘટાડો નોંધાયો

0
68
Share
Share

શેરબજારમાં સ્થિતી ખરાબ બનતા કારોબારીઓ ચિંતાતુર બન્યા : નિફ્ટી ૧૧૮ પોઇન્ટ ઘટીને ૮,૯૯૪ની સપાટીએ

મુંબઇ, તા. ૧૩

વૈશ્વિક બજારોમાં મંદી અને ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાના પરિણામ સ્વરુપે શેરબજારમાં તેની સીધી અસર આજે જોવા મળી હતી. ઓપેક ગ્રુપ દ્વારા ઉત્પાદનમાં કાપ મુકવાના નિર્ણય બાદ આજે શરૂઆતી કારોબારમાં તેલ કિંમતોમાં વધારો થયો હતો. બીજી બાજુ કોરોનાની ગંભીર બનેલી સ્થિતિ વચ્ચે શેરબજારમાં અફડાતફડી જારી રહી છે. આજે બીએસઈ સેંસેક્સ ૪૭૦ પોઇન્ટ ઘટીને ૩૦૬૯૦ની સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો તેના શેરમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. એલ એન્ડ ટીમાં છ ટકાનો ઉછાળો રહ્યો હતો. ૩૦ શેર પૈકી ૨૩ શેરમાં આજે મંદી અને સાત શેરમાં તેજી રહી હતી. નિફ્ટી ૧૧૮ પોઇન્ટ ઘટીને ૮૯૯૪ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ મોરચા પર નિફ્ટી ફાર્મા અને મેટલ સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો રહેતા તેની સપાટી ૯૫૦૧ રહી હતી. નિફ્ટી રિયાલીટીમાં પાંચ ટકાની આસપાસનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૭૭ પર રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં એક ટકાની આસપાસનો ઘટાડો થતાં તેની સપાટી ૧૧૨૬૮ રહી હતી. એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં અડધા ટકાનો ઘટાડો રહ્યો હતો. માર્કેટમાં આવતીકાલે મંગળવારના દિવસે ડોક્ટર ભીમરાવ આંબેડકર જ્યંતિના પ્રસંગે રજા રહેશે. ફાર્મા કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કોરોના વાયરસની ગંભીર અસર હોવા છતાં હેલ્થકેર ઇન્ડેક્સમાં ઉલ્લેખનીય ઉછાળો જોવા મળી રહ્યો છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ માસમાં હજુ સુધી ૯૧૦૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. કોરોના વાયરસનો આતંક વધી રહ્યો છે ત્યારે વિદેશી રોકાણકારો સુરક્ષિત સાધનોમાં રોકાણ કરવા માટે ઇચ્છુક બન્યા છે. ભારતમાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ચિંતા વધી રહી છે. ડિપોઝિટરી આંકડા દર્શાવે છે કે વિદેશી રોકાણકારોએ પહેલી એપ્રિલથી લઇને નવમી એપ્રિલ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી ૨૯૫૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આવી જ રીતે ડેબ્ટ સેગમેન્ટમાંથી ૬૧૫૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધી છે. આની સાથે જ કુલ નાણાં પાછા ખેંચી લેવાનો આંકડો ૯૧૦૩ કરોડ રહ્યો છે. અગાઉના મહિનામાં એફપીઆઇ દ્વારા પાછા ખેંચી લેવામાં આવેલા નાણાંનો આંકડો ૧.૧ ટ્રિલિયન રૂપિયા પાછી ખેંચી લેવામાં આવ્યા હતા. શેરબજારમાં આજે દિવસ દરમિયાન મંદી રહેવાના સંકેત છે. લોકડાઉનની અવધિ કઇ રીતે લંબાવવામાં આવે છે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી રહેલી છે. જો કે હાલમાં તમામ લોકોમાં કોરોના આતંક જોવા મળે છે. રિક્વરીમાં ખુબ લાંબો સમય લાગી શકે છે. વિશ્વના મોટા અર્થતંત્ર પણ કોરોનાના કારણે હચમચી ઉઠ્યા છે.

શેરબજારમાં સ્થિતિ…..

વૈશ્વિક બજારોમાં મંદી અને ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાના પરિણામ સ્વરુપે શેરબજારમાં તેની સીધી અસર આજે જોવા મળી હતી. શેરબજારમાં આજે સ્થિતિ નીચે મુજબ રહી હતી.

સેંસેક્સમાં ઘટાડો થયો  ૪૭૦ પોઇન્ટ

સેંસેક્સની સપાટી રહી   ૩૦૬૯૦

બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો થયો  ૧૦ ટકા

એલએન્ડટીના શેરમાં ઘટાડો થયો       ૬ ટકા

નિફ્ટીમાં ઘટાડો થયો   ૧૧૮ પોઇન્ટ

નિફ્ટીમાં સપાટી રહી    ૮૯૯૪

નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ઘટાડો   ૩ ટકા

નિફ્ટી રિયાલીટીમાં ઘટાડો      ૫ ટકા

મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડો       ૧ ટકા

મિડકેપ ઇન્ડેક્સમાં સપાટી       ૧૧૨૬૮

સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો     ૦.૫૦ ટકા

સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી     ૧૦૨૪૬

https://wp.me/pbR7I8-a7G

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here