બજરંગી ભાઈજાન ફિલ્મના અભિનેતાનું કોરોનાથી મોત

0
22
Share
Share

અનેક ટીવી સિરિયલ્સમાં કામ કરનારા કલાકારના કોરોના પ્રોટોકોલ પ્રમાણે કનલોકમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

શિમલા,તા.૧૧

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે. મંગળવારે અહીં કોરોનાથી ૧૨ લોકોનાં મોત થયા છે. સંક્રમિત થયેલા લોકોમાં બોલિવૂડમાં હિમાચલ પ્રદેશનું નામ રોશન કરનારા હરીશ બંચટા પણ સામેલ છે. મંગળવારે સવારે તેમનું કોરોનાથી નિધન થઈ ગયું હતું. તેઓ ’બજરંગી ભાઈજાન ફિલ્મમાં અભિનય કરી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અનેક ટીવી ધારાવાહીકમાં પણ કામ કરી ચુક્યા છે. ખૂબ જ પ્રસિદ્ધ ક્રાઇમ પેટ્રોલ અને સીઆઈડી ક્રાઇમમાં પણ તેઓ ચમકી ચૂક્યા છે. શિમલાના ચૌપાલના શંઠા સાથે સંબંધ ધરાવતા હરીશ આશરે છેલ્લા ૧૮ વર્ષથી બોલિવૂડમાં સક્રિય હતા. પોતાની ખાસિયતથી તેઓ પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યા હતા. ૨૮ વર્ષીય દિવંગત હરીશે બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ’બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં દિવંગત હરીશે પાકિસ્તાનના પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. હરીશ અનેક ટીવી ધારાવાહિકમાં પણ કામ કરી ચુક્યા છે. સીઆઈડી ક્રાઈમ અને ક્રાઇમ પેટ્રોલમાં તેઓ અભિનય કરી ચુક્યા છે. દુઃખની વાત તો એ છે કે એક દિવસ પહેલા તેમના માતાનું પણ નિધન થયું હતું. તાવ બાદ હરીશને રોહડૂની આઈજીએમસી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે સાંજે કોરોના પ્રોટોકોલ પ્રમાણે કનલોકમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશની એકમાત્ર દીકરી ધોરણ-૯માં અભ્યાસ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here