બગદાણામાં આજે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન

0
18
Share
Share

બગદાણા,તા.૧૫

સંત પૂજ્ય બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ અન્નકૂટ ધરવામાં આવશે.પરદુઃખભંજન વીર વિક્રમના નવા વર્ષના પ્રારંભે સૌ ભાવિકો દર્શનાર્થીઓ ને અન્નકૂટ દર્શન નો લાભ મળશે.આજે નવા વર્ષના પ્રથમ દિવસે વિવિધ રસ વ્યંજનો સાથે ગુરુઆશ્રમ ના વૃક્ષ આચ્છાદિત પાવન પરિસરમાં આવેલા નૂતન મંદિરના શ્રી રામ પંચાયત,મૂર્તિ મંદિર,ગાદી મંદિર, સમાધિ મંદિર, કાળભૈરવ મંદિર, અન્નપૂર્ણા દેવી મંદિર સહિતના દેવાલયોમાં તેમજ બગદાણા ગામમાં આવેલા તમામે તમામ દેવી દેવતાઓના દેવસ્થાનોમાં અન્નકૂટના થાળ ધરવામાં આવશે. બેસતા વર્ષે એટલે કે આજે સોમવારે સવારના ૧૦ કલાકથી અન્નકૂટના થાળ ધરવામાં આવનાર છે.દિવાળીના દિવસોમાં ધનતેરસથી લાભ પાચમ ના સળંગ પર્વતમાળાના તહેવારોમાં ગુરુઆશ્રમ બગદાણા ખાતે ભાવિક ભક્તજનોની વિશેષ ભીડ રહેતી હોય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here