બંધ હોવા છતાં ફાટક ક્રોસ કરતો બાઇક સવાર ટ્રેનમાં આવતા મોતને ભેટ્યો

0
14
Share
Share

વડોદરા,તા.૨૮

વડોદરામાં એક બાઈક ચાલકને બંધ રેલવે ફાટક ઓળંગવો ભારે પડી ગયો હતો. ટ્રેન સ્પીડને કારણે બાઈક સવારે જીવથી હાથ ધોવો પડ્યો હતો.

વડોદરામાં એક બાઈક ચાલકને ઉતાવર ભારે પડી ગઈ. માત્ર બે સેકન્ડની ભૂલના કારણે બાઈક ચાલકને જીવથી હાથ ધોવો પડ્યો હતો. આ દૂર્ઘટના વડોદરાના બાજવા રણોલી રેલવે ફાટકની છે. જ્યાં બાઈક ચાલક રેલવે ફાટક બંધ હતો તેમ છતાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન બાઈક ચાલક ટ્રેનની અડફેટે આવી ગયો. ટ્રેનની સ્પીડ પણ એટલી હતી કે બાઈક ચાલક કંઈ પણ સમજે તે પૂર્વે જ ટ્રેનની ટક્કરે આવી ગયો હતો.

આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે હવે રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે. જોકે અહીં સવાલ એ છે કે શું બાઈક ચાલક ૨ મિનિટ માટે રેલવે ફાટક પર નહોતો ઉભો રહી શકતો. બાઈક ચાલકે ઉતાવળ ન કરી હોત તો સ્થિતિ અલગ હોત. યુવાનો આ રીતે જિંદગી જોખમમાં ન નાખે. તમારા ઘરે તમારા પરિવારજનો રાહ જોતા હશે.. આ અમૂલ્ય જિંદગીની ઉતાવળમાં આમ ન વેડફી દો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here